મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭મા રાષ્ટ્ર્રીય પોષણ માહ–૨૦૨૪નો રાષ્ટ્ર્રવ્યાપી પ્રારભં ગાંધીનગરથી કરાવતા જણાવ્યું કે રાષ્ટ્ર્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઈકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યું છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, સહી પોષણ–દેશ રોશનના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત ૨૦૪૭નો વડાપ્રધાન મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ માહ મહત્વપૂર્ણ બનશે.
દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની આ પરંપરાની ૭મી શ્રેણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીની ઉપસ્થિતિમાં આ રભં કરાવ્યો હતો. સાતમા તબક્કાના આ પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્રારા કાર્યક્ષમ સેવા વિતરણ, પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે.મુખ્યમંત્રી અને કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રી તેમ જ ગુજરાતના મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરિયાએ આ અવસરે પ્રતિકપે ભૂલકાંઓને અન્નપ્રાશન ટીપાં પીવડાવવા સાથે, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ, સગર્ભા અને ધાત્રી માતા તથા એડોલસન્ટ દીકરીને પોષણક્ષમ આહાર કીટ તેમ જ સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનને સહાય ચેકનું વિતરણ કયુ હતું. રાય સરકારની નવી નારી ગૌરવ નીતિ–૨૦૨૪નું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં માતાઓ, સગર્ભા બહેનો, એડોલસન્ટ દીકરીઓ અને બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણની બાબતમાં સંકલિત અભિગમ રાય સરકારે અપનાવ્યો છે, તેની વિશદ ભૂમિકા પણ આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે ૨૦૨૪–૨૫ના રાષ્ટ્ર્રીય પોષણ માહની ઉજવણી વિવિધ થીમ આધારિત કરવાનું આયોજન કયુ છે. જેમાં એનિમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી તથા સર્વગ્રાહી પોષણ કે જે પોષણ સાથે જોડાયેલી તમામ આવશ્યક બાબતોને આવરી લે છે. આ તમામ થીમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ આ મહિના દરમિયાન સમગ્ર દેશમાં આયોજિત કરાશે. પોષણ માસની ઉજવણીમાં ગુજરાત દર વર્ષે અગ્રેસર રહ્યું છે, આ વર્ષે પણ ગુજરાત અગ્રેસર રહેશે, તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યેા હતો.કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ સચિવ અનિલ મલિકે પોષણ ટ્રેકરના અમલીકરણમાં ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ભારત સરકાર દ્રારા પોષણ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ પહેલો, પ્રવૃત્તિઓ ઉપરાંત પોષણ માહ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની તેમણે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ તેમણે પોષણના મહત્વ અંગે પણ વિસ્તૃત સમજ આપી હતી.આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે રીટાબેન પટેલ તથા જયંતીભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતનાં પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગુજરાતના કમિશનર રણજીતકુમાર સિંહ ઉપરાંત ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech