17 નગરપાલિકાઓ - 7 મહાનગરપાલિકાઓ અને 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં 1000 કરોડ રૂપિયા મંજૂર કયર્:િ 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોમાં ભાવનગર, વડોદરા અને જામનગરને મળશે લાભ
જામનગર શહેર અને જાડામાં આવેલા વિસ્તારના રસ્તા અને આંતર માળખાકીય સુવિધા માટે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જામનગર કોર્પોરેશનને ા.245.48 કરોડ અને જાડાને ા.47.53 કરોડની ફાળવણી કરી છે અને આમ જામનગર શહેરના વિકાસમાં આ રકમ ખુબ જ કામ આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમ્યક શહેરી વિકાસની નેમ સાકાર કરતાં રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ક તથા ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ ા.1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.
જામનગર શહેરમાં અનેકવીધ પ્રોજેકટો ચાલી રહ્યા છે, હાપા અને લાલપુર બાયપાસ ચોકડી ઉપર ઓવરબ્રિજ તેમજ વિકટોરીયા પુલથી સાતરસ્તા સુધી ફલાય ઓવરબ્રિજ જેવા અન્ય પ્રોજેકટ ચાલે છે ત્યારે સરકારે ખરા સમયે રસ્તા અને આંતર માળખાકીય સુવિધા માટે જામનગર કોર્પોરેશનને સારી એવી રકમ ફાળવી છે. આંતર માળખાકીય સુવિધામાં રોડ, રસ્તા, ગાર્ડન, સ્કુલ, કોલેજ બિલ્ડીંગ, સ્લમ વિસ્તારના કામો, ટ્રાફિક મેનેજમેન્ટ, ડ્રેનેજ, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીનો નિકાલ જેવા કામો હાથ ધરવામાં આવતાં હોય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલોપમેન્ટને પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગને કારણે વધી રહેલા શહેરીકરણ અને શહેરોમાં ઉત્તરોત્તર વધતી જન સંખ્યાની સુવિધા સુખાકારી માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2010માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ યોજનાની સફળતાને પગલે 2026-27 સુધી તેને ચાલુ રાખી છે. મુખ્યમંત્રીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત આ 1000.86 કરોડ રૂપિયાના બહુવિધ કામો માટે મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ 141.37 કરોડ રૂપિયા મંજૂર થયા છે તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુક્શાનની મરામત અને નવા માર્ગો માટે 7 કરોડ 75 લાખ સહિત વાઘોડિયા નગરપાલિકા માટે 4.46 કરોડ, ડભોઇ માટે 1.75 કરોડ તેમજ 3 મહાનગરપાલિકાઓ જુનાગઢને રૂ. 25 કરોડ, જામનગરને રૂ. 47.53 કરોડ તથા ભાવનગરને રૂ. 54.88 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં 70:20:10ના ફાળા સાથે ખાનગી સોસાયટીઓમાં પેવર બ્લોક, ઘરગટર જોડાણ, પાણીની પાઇપલાઇન નાખવા જેવા વિવિધ કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત વડોદરા અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ 1.60 કરોડ ઉપરાંત બ, ક અને ડ વર્ગની નગરપાલિકાઓ ધાનેરા, વિરમગામ, દ્વારકા, આણંદ, કડી, નડિયાદ અને માણસા માટે કુલ 34.78 કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કયર્િ છે. મુખ્યમંત્રીએ આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઇપલાઇન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે જુનાગઢ અને ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ચોટીલા, ધાનેરા, દહેગામ, ભરૂચ અને પાલનપુર નગરપાલિકાઓને કુલ મળીને 148.11 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.
નગરો-મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટીઝ - આંતરમાળખાકીય સુવિધાના કામો અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રોડ રસ્તા, ગાર્ડન, સ્કૂલ-કોલેજ બિલ્ડીંગ્સ, સ્લમ વિસ્તારના કામો, ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થાના કામો, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન સહિતના કામો હાથ ધરવામાં આવે છે.
મુખ્યમંત્રીએ આ અન્વયે સમગ્રતયા 611.39 કરોડના વિવિધ કામો મંજૂર કયર્િ છે. આ કામોમાં અમદાવાદ મહાનગરપાલિકાને 36.27 કરોડ સ્ટોર્મ વોટર લાઈન માટે, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને 18.27 કરોડ અને ઊંઝા નગર પાલિકાને 4.70 કરોડ મંજુર થયા છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 51.72 કરોડ તથા જામનગર, ભાવનગર મહાનગરપાલિકાને અનુક્રમે રૂ. 245.48 કરોડ અને 246.60 કરોડ તથા જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રૂ. 8.35 કરોડ મંજુર થયા છે તથા રાધનપુરમાં પાણી પુરવઠાના કામો માટે રૂ.41.34 કરોડને અનુમતિ આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો મહાનગરોની આગવી ઓળખના કામોમાં હેરિટેજ એન્ડ ટુરીઝમ, પ્રદર્શન હોલ, ટ્રાફિક સર્કલ આઇલેન્ડ, વોટર બોડી એન્ડ સ્કેપિંગ, ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક જેવા કામો માટે નાણા ફાળવણી કરવામાં આવે છે. તદઅનુસાર થરા નગરપાલિકાને ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક માટે 4 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજુર કયર્િ છે.
આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 2010થી અત્યાર સુધીમાં 61,977 કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે. આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના 67,360 કામો મંજૂર કરીને ા.32,647 કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ 6462 કામો માટે રૂ. 3110.32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના 1214 કામો માટે ા.1887.56 કરોડ ચૂકવવામાં આવેલા છે.
એટલું જ નહીં, આગવી ઓળખના 201 કામો માટે રૂ. 1591.11 કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. નગરો, મહાનગરોમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના 43,804 કામોને મંજૂરી આપીને રૂ. 2431.51 કરોડની ગ્રાન્ટ આવા લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ઇન્દિરા કોલોનીમાં સર્વજન દલિત સમાજની જગ્યાનો ઉકેલ કરવા મનપા મેયરને રજૂઆત
January 10, 2025 05:53 PMફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech