સોમવારે મુખ્યમંત્રી ફરી રાજકોટ પધારશે, પાણ હેલ્થના એશિયાના સૌથી મોટા સેનેટરી પેડ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

  • March 29, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ–ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળા નજીક પાણ હેલ્થ એન્ડ હાઈજેનિક પ્રાઇવેટ લિમિટેડ દ્રારા તા.૩૧ના સોમવારના એશિયાના સૌથી મોટા સેનેટરી પેડ પ્લાન્ટનું ઉધ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રંસગે પૂ.હરિપ્રિય સ્વામી પધરામણી કરી આશીર્વચન પાઠવશે તેમજ ૧૦૮ કુંડી સર્વ મંગલ યજ્ઞોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 


આ અવસરે આ ઉદઘાટન કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રી ગીરીરાજ સિંઘ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, મોતીલાલ ઓસ્વાલ ગ્રુપના ચેરમેન રામદેવ અગ્રવાલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રકાશભાઈ વરમોરા, ગીતાબા જાડેજા, દુર્લભજીભાઈ દેથરિયા, કાંતિલાલ અમૃતિયા, જયેશભાઇ રાદડિયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિતના ઉપસ્થિત રહેશે.


આંગણવાડીની ૨.૫૧,૦૦૦ બાળકીઓને સેનેટરી પેડનું વિતરણ કરાશે
પાણ હેલ્થ દ્રારા આંગણવાડીની ૨.૫૧,૦૦૦ બાળકીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવશે. તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને વિવેકાનદં યુથ કલબ હેઠળ દિવ્યાંગ બાળકોને સાયકલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાન હેલ્થના મનસુખભાઇ પાણ, ચિરાગભાઈ પાણ, ડો.અનિલભાઈ પટેલ, અરવિંદભાઈ પાણ, જયંતીભાઈ પાંચાણી,. અલ્પેશભાઈ પાણ  દ્રારા મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application