રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ ડી.વાય ચંદ્રચુડનું ભાવભર્યું સ્વાગત

  • January 05, 2024 06:39 PM 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ધનંજય વાય. ચંદ્રચુડના હસ્તે આવતીકાલે રાજકોટ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ થશે. આ સંદર્ભે મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડ દિલ્હીથી ગુજરાત તેમના પત્ની કલ્પના દાસ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે આવી પહોંચ્યા હતા. 



રાજકોટ ખાતે તેમનું ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલ, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એન.વી અંજારીયા, કાયદા વિભાગના સચિવ પી.એમ.રાવલ, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટ જિલ્લાના મુખ્ય ન્યાયમૂર્તિ આર.ટી.વાછાણીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application