પુરવઠા નિગમના ગોડાઉનમાં વજનના નામે મોટી ઘાલમેલ થાય છે અને તેના કારણે સસ્તા અનાજના વેપારીઓને મોટી નુકસાની સહન કરવી પડી છે તેવી રજૂઆત પછી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 18 જિલ્લામાં પુરવઠા નિગમના ગોડાઉન અને સસ્તા અનાજના વેપારીઓની દુકાનોમાં ચેકિંગનો સપાટો બોલાવવામાં આવ્યો છે.ચેકિંગ દરમિયાન શું મળ્યું છે તેની કોઈ વિગતો સ્થાનિક કક્ષાએથી અપાતી નથી અને આ સમગ્ર બાબતનો સંકલિત રિપોર્ટ પુરવઠા વિભાગના અગ્ર સચિવને રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
નાગરિક પુરવઠા કચેરીના સંયુક્ત નિયામક સી. એ. ગાંધીના વડપણ હેઠળની ટીમ દ્વારા વ્યાજબી ભાવની દુકાનો માં ચેકિંગ માટે આદેશ કરાયા હતા. જ્યારે પુરવઠા નિગમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દેવાંગી દેસાઈ ની રાહબરી હેઠળની ટીમે પુરવઠા નિગમના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
ગાંધીનગર ખાતેના પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચેકિંગનો આ સપાટો કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા બોટાદ પોરબંદર જામનગર જુનાગઢ મોરબી રાજકોટ વડોદરા મહેસાણા બનાસકાંઠા પાટણ ગાંધીનગર સાબરકાંઠા જિલ્લામાં બોલાવવામાં આવ્યો હતો.
પુરવઠા નીગમના ગોડાઉનમાં કેવી રીતે ચેકિંગ કરવું? તેના 47 મુદ્દાઓનું ચેક લિસ્ટ આ ટીમને પકડાવી દેવાયું હતું. જ્યારે સસ્તા અનાજની દુકાનોમાં ઈલેક્ટ્રીક વજન કાંટો રાખ્યો છે કે નહીં,છેલ્લા મહિનામાં પાત્રતા સામે કેટલો જથ્થો મળ્યો છે તે બાબતે 20 જેટલા ગ્રાહકોના નિવેદન લેવા, દુકાનમાં અંત્યોદય એનએફએસએ લાભાર્થીઓની યાદી રાખી છે કે નહીં, દુકાનદાર પોતે દુકાન ચલાવે છે કે કેમ, દુકાન સમયસર ખુલે છે કે નહીં, રાજ્ય સંચાલિત યોજનાઓનો જથ્થો બરાબર મળે છે કે નહીં, દુકાનમાં ભૂતકાળમાં ગેરરીતિ થયેલ છે કે કેમ તે સહિતના જુદા જુદા 17 જેટલા મુદ્દાઓની ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
અમે પુરવઠા નિગમના ગોડાઉનનો સામે રજૂઆતો કરી હતી અને તેના કારણે અમારી દુકાનોમાં ચેકિંગ થઈ રહ્યું છે તેવા આક્ષેપો સસ્તા અનાજના વેપારીઓ કરી રહ્યા છે. પરંતુ પુરવઠા નિગમના અને પુરવઠા વિભાગના અધિકારીઓ એવું જણાવે છે કે નિગમના ગોડાઉનમાં અને સસ્તા અનાજના વેપારીઓને ત્યાં એમ બંને જગ્યાએ ચેકિંગ થયું છે. કોણ સાચું બોલે છે અને કોણ ખોટું બોલે છે તે નક્કી કરવા માટે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા રાજ્યભરમાં ટીમ બનાવીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડાના સંકેત
May 06, 2025 10:34 AMશાપરમાં પરપ્રાંતિય મજૂરોના 181 બાળકો નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલે જશે
May 06, 2025 10:32 AMબેંકના બે ડીફોલ્ટરોને ૧ વર્ષની જેલની સજા અને દંડ
May 06, 2025 10:31 AMજામનગરમાં શરીર સંબંધ બાંધવા અંગેના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા
May 06, 2025 10:27 AMખંભાળિયામાં મધ્યરાત્રીના સમયે વાજડી સાથે વરસાદ
May 06, 2025 10:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech