સ્કૂલ શરૂ થતાં RTOનું ચેકિંગ: ૧૧ વાન ચાલકોને અડધા લાખનો દંડ

  • June 13, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહીત રાજયભરમાં આજેથી સ્કૂલ– કોલેજમાં નવું સત્ર શ થતાં આરટીઓ અને પોલીસ દ્રારા સ્કૂલ વાહનોનું સવારથી જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટેકસી પાસિંગ, સીટિંગ વ્યવસ્થા, સ્કૂલ વર્ધી પરમીટ સહિતના નિયમઓનો ભગં કરતા સ્કૂલ વાહન ચાલકોને આકરો દડં ફટકારવામાં આવ્યો હતો.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અિકાંડની કયારેય ન વિશરી શકયે એ ઘટનાને પગલે રાય સરકાર સફાળી જાગી હતી અને તંત્રને ફાયર એન.ઓ.સી. બી.યુ.સર્ટી સહિતના નિયમોની અમલવારી કરાવવા માટેની સૂચના આપતા તત્રં દોડતું થયું છે અને નિયમ ભગં કરનાર કોમર્શિયલ મિલ્કતો શીલ કરવાંમાં આવી છે. જેને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે.

અિકાંડ બાદ સ્કૂલ વાનમાં સીએનજી કીટ ઉપર બાંકડા ઉપર બેસી બાળકો સ્કૂલએ જઈ રહ્યા હોવાનો એક ફોટો વાયરલ થયો હતો આ જોખમી સવારીને લઈને કોઈ અઘટિત ઘટના વધુ એક વખત ન બને તે માટે આરટીઓ અને પોલીસ તત્રં હરકતમાં આવ્યું હતું અને ટેકસી પાસિંગ, સ્કૂલ વર્ધી પરમીટ તેમજ ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા અને સીએનજી કીટ ઉપર બાંકડો મૂકી બાળકોને બેસાડતા સ્કૂલ વાહન ચાલકોને નિયમો અંગે અગાઉથી જ સૂચના આપી હતી અને આ મુખ્ય નિયમોનો ભગં કરવા બદલ આકરા દંડની જોગવાઈ હોવાનું પણ આરટીઓ દ્રારા સમજાવવામાં આવ્યું હતું. એમ છતાં કેટલાક સ્કૂલ વાહન ચાલકો દ્રારા ગંભીરતા લેવામાં આવી નહતી અને અંતમાં રેલો આવતા જ નિયમ મુજબ કરવા માટે વધુ સમયની માગણી કરી સ્કૂલ વાન સંચાલકોએ ઉહાપો કરી મૂકી રજૂઆત કરી હતી. જો કે આરટીઓ તંત્રએ સરકારની કડક સૂચનાની અમલવારી કરવાના પગલે આજથી સ્કૂલ–કોલેજો ખુલતા જ શાળા બહાર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૧૧ જેટલા સ્કૂલવાનમાંથી ત્રણ પાસે સ્કૂલ વર્ધી માટેની પરમીટ ન હોવાનું તેમજ અન્યો પાસે જરી ડોકયુમેન્ટ ન હોવાથી કુલ ૬૬૦૦૦નો દડં ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી ઇન્ચાર્જ આરટીઓ રોહિત પ્રજાપતિની સૂચનાથી ટીમે કરી હતી

તત્રં અને વેન ચાલકો વચ્ચે વાલીઓ મૂંઝાયા
એક બાજુ આરટીઓ તત્રં સરકારની સૂચનાનું પાલન કરી તેની સ્કૂલવાહનો સામે કડક અમલાવરી કરાવી રહી છે, તો બીજી તરફ સ્કૂલ વાહન ચાલકોને સીટિંગ વ્યવસ્થા સહિતના નિયમોને લઇને દડં ભરવા આકરા પડી રહ્યા છે જેને લઈને સ્કૂલ શ થયાના પ્રથમ દિવસે કેટલાક સ્કૂલ વાહન ચાલકોએ વર્ધી શ કરી જ નહતી. જો ભાવ વધારવામાં આવે તો વાલીઓને પોસાતું નથી અને ઓછા સિટિંગમાં સ્કૂલવાન ચાલકને પોસાતું નથી અને વધારામાં ચેકીંગ ચાલી રહ્યું છે જેને પગલે આજે કેટલાક વાલીઓને બાળકોને સ્કૂલે મુકવા જવા માટેની ફરજ પડી હતી. આ જોતા વાલીઓ પણ મૂંઝાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application