ગીરસોમનાથનાં ૪૦૦ જેટલા વીજ જોડાણમાં ચેકિંગ: રૂ.૧૧ લાખનો દંડ

  • March 16, 2023 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં વીજચોરી કરનારા સામે તંત્રએ બીજા દિવસે લાલ આંખ કરી કડક ચેકીંગ કરતા રહેણાંક, વાણિજય, ખેતીવાડી વગેરે મળી ૪૦૦ જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવેલ જે પૈકી ૭૬ વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં રૂા.૧૧.૯૫ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. 
​​​​​​​
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે. આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની પ્રભાસ પાટણ, સુત્રાપાડા તેમજ પ્રાંચી પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૨૮ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા આજે બીજા દિવસે વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૪૦૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા. જે પૈકી ૭૬ વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂા.૧૧.૯૫ લાખના દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા અને આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application