જરૂરી નમૂના લેવાયા અને વડી કચેરીને અહેવાલ મોકલાયો
જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં પ્રદૂષણ ઓકતા કારખાના ઓ માં આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નવ સ્થળોએથી જરૂરી નમુના લઈને વડી કચેરીને અહેવાલ કરાયો છે.
જામનગરના ઉદ્યોગ નગર વિસ્તારમાં અમુક બ્રાસ ફાઉન્ડરી અને ઇલેક્ટ્રોપ્લેટર્સ નાં કારખાના માંથી ધુમાડો નીકળવો, કારખાનામાંથી છોડવામાં આવતું એસિડવાળું પાણી અને પ્રદુષિત ઝેરી કચરા નો જાહેર નિકાલ નાં કારણે મળેલ માહિતી નાં આધારે આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની જામનગર કચેરીની ટીમ દ્વારા ઉદ્યોગ નગર ના ૯ કારખાનામાં તપાસ કરવામાં આવી હતી .અને તેઓને ત્યાંથી જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા. હવે તેનું પૃથક્કરણ કરવામાં આવશે.
આ ઉપરાંત આજ ની કામગીરી નો વડી કચેરીને અહેવાલ મોકલવામાં આવ્યો છે. અને વડી કચેરી મારફત સુચના મળ્યા પછી જામનગરમાં આ તમામ નવ કારખાનેદારો સામે નિયમોનુસાર જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech