રાજકોટમાં રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા વૃદ્ધને સ્ટોક માર્કટમાં રોકાણ કરી વધુ વળતર અપાવી દેવાની લાલચ આપી તેમની સાથે .૧૧.૨૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવી છે.રૈયા રોડ પર તિપતિનગરમાં સવતં શેફાયર બી વિન્ગમાં ૧૦૧માં રહેતા હરેશભાઈ રમણીકભાઈ શાહ (ઉ.વ.૭૨) દ્રારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્કાઆશા, રાજેશકુમાર સિંહ અને વોટસએપ ગ્રૂપના એડમિન સહિતના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું કે, તેમને અજાણ્યા નંબર પરથી વોટસએપ મારફતે મેસેજ કરી આરોપીઓએ સ્ટોક માર્કટમાં રોકાણ કરવાનો મેસેજ કરી એક વોટસએપ ગ્રૂપમાં કે જેમાં અલગ–અલગ નંબર ધારકો એડમીન હતાં.આ ગ્રૂપમાં ઓપ્સન ટ્રેડિંગને લાગતા મેસેજ આવતા જે જોઈને કયારેક કયારેક પોતાના ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રેડ કરતા હતા.તેમજ ત્યારે અલકાઆશાનો મેસેજ આવ્યો અને પ્રોફિટ બાબતે ચર્ચા થઈ હતી.જેથી તેમને હરેશભાઈએ ટ્રેડ કરીને થોડો નફો કમાઈ લેવાની વાત કરી હતી.ત્યારબાદ રાજેશસિંગ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્લેસ્ટોરમાંથી ડિસ્કોર્ડ નામની એપ ડાઉન લોડ કરાવી હતી.
તેમજ તેઓ સાથે આ એપ્લિકેશનમાં વાત કરતા હતા ત્યારે રાજેશકુમાર જણાવ્યું હતું કે તમારી પાસે ૫૦ લાખથી એક કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો હત્પં તમને સારો પ્રોફિટ કરાવી આપીશ અને છેલ્લે ૨૫ લાખ હશે તો પણ ચાલશે જેથી તેમને આ બાબતે વોટસએપ પર અલકાઆશા સાથે વાત કરી જે બાદ તેણીએ ફંડનું પૂછતા તેઓએ પિયા ૧૦ લાખ જેટલું ફડં છે તેવું જણાવ્યું હતું.તેમાંથી સાત લાખ આપવાનું જણાવ્યું હતું.આ નાણાં તેઓને ટ્રાન્સફર કર્યા હતા.જે બાદ તેઓએ મોકલેલી લિંક ખોલતા તેમાં રહેલું વોલેટ ખોલતા તેમાં સાત લાખની બદલે ૯ લાખ બતાવતા હતા.
ત્યારબાદ .૪ લાખ તેમાં ટ્રાન્સફર કરી રોકાણ કરતા આરોપીઓએ હાથ ઐંચા કરી દીધા હતા.તેમજ તેઓ પાસેથી પૈસા માંગતા અલગ–અલગ તારીખો આપી હતી.જેથી વૃધ્ધને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેમણે આ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસના સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.જેથી પીઆઇ એમ.એ.ઝણકાંટ અને સ્ટાફે વધુ તપાસ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech