ધરમપુરના પાટીયા પાસે છોટા હાથી હડફેટે છાયાના યુવાનનુ નિપજ્યુ ક‚ણ મોત

  • October 10, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર-કુતિયાણા નેશનલ હાઇવે પર ધરમપુરના પાટીયા પાસે કોસ્ટગાર્ડ રેસીડેન્સીની સામે મોડી રાત્રે બેફામ સ્પીડે જતા છોટા હાથીના ચાલકે છાયાના યુવાનના મોપેડને પાછળથી હડફેટે લઇને અકસ્માત  સર્જી તેનુ મોત નિપજાવતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.



આદિત્યાણાના નરેશ વાઢીયાએ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસમથકમાં તેના મોટાબાપુના દીકરા કમલેશ ડાયાલાલ વાઢીયાનું વાહન અકસ્માતે મોત થયાનો ગુન્હો નોંધાવ્યો છે જેમાં વિગત એવી છેકે છાયાની સ્વામિનારાયણ સ્કૂલ સામે રહેતો કમલેશ ડાયાલાલ વાઢિયા ઉ.વ. ૪૭ રાત્રે એક વાગ્યે પોતાનુ મોપેડ લઇને હાથી સીમેન્ટ ફેકટરી ખાતે જવા નીકળ્યો હતો અને ધરમપુરના પાટીયા નજીક પહોંચ્યો ત્યારે કોસ્ટગાર્ડ રેસીડેન્સીની સામે અજાણ્યા છોટા હાથીના ચાલકે કમલેશના મોપેડને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જતા ગંભીર ઇજાના કારણે કમલેશનું મોત  નિપજ્યુ હતુ. અકસ્માત બાદ એક સફેદ રંગની કાર પણ છોટા હાથીની પાછળ ભટકાઇ હતી. કમલેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લવાયા બાદ નરેશ વાઢીયાએ છોટા હાથીના ચાલક સામે બેફિકરાઇથી વાહન ચલાવીને કમલેશ વાઢિયાનુ મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. 



આ બનાવમાં કરૂણતા એવી છે કે મૃતક કમલેશને સંતાનમાં ત્રણ બાળકો છે મૃતકના પિતા ડાયાલાલ કેટલાક સમય પહેલા કયાંક જતા રહ્યા હતા જેનો હજુ સુધી પત્તો મળ્યો નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application