કેન્દ્ર સરકારનું એક નાનું પગલું હવે ઘર ખરીદનારા પર ભારે પડવાનું છે. સરકારના આ નવા નિયમને લઈને બિલ્ડર્સની સૌથી મોટી સંસ્થા ક્રેડાઈએ ચિંતા વ્યકત કરી છે. ક્રેડાઈ પ્રમાણે આ પગલાથી ૫૦ લાખ પિયાની કિંમતવાળો લેટ ૫ લાખ પિયા સુધી મોંઘો થઈ જશે. તો એક કરોડથી વધુની કિંમતવાળો લકઝરી લેટ દસ લાખ પિયા કરતા મોંઘો પડશે. બિલ્ડરોના સૌથી મોટા સંગઠને સરકારે એફએસઆઈ અને એડિશનલ એફએસઆઈ ચાર્જ પર ૧૮ ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવાની માગ કરી છે.
સંગઠનનું કહેવું છે કે આમ થવા પર મકાનોની કિંમતો ૧૦ ટકા સુધી વધી શકે છે, જેનાથી ઘર ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો પર આર્થિક બોજ વધશે અને માગ ઘટશે. હકીકતમાં સરકારે એપએસઆઈ ચાર્જ પર ૧૮ ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી ચિંતિત ક્રેડાઈ (કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા) એ નાણામંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે આ પગલાથી મકાન બનાવવાનો ખર્ચ વધશે, જેનાથી સસ્તા મકાનોના પ્રોજેકટ પણ મોંઘા થઈ જશે. તેની અસર એવા લોકો પર પડશે, જે મધ્યમ વર્ગીય છે અને જેના માટે ઘર ખરીદવું પડકારજનક છે.
નોટિફિકેશન ૧૪૨૦૧૭ અને ૧૨૨૦૧૭ મુજબ, બંધારણની કલમ ૨૪૩ ડબલ્યુ હેઠળ કેન્દ્ર અથવા રાય સરકારો, સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી સત્તાવાળાઓ દ્રારા કરવામાં આવતાં કાર્યેા પર જીએસટી વસૂલી શકાશે નહીં. આમાં શહેરી આયોજન, જમીનના ઉપયોગનું નિયમન અને મકાન બાંધકામ અને ઝૂંપડપટ્ટી સુધારણા જેવા કાર્યેાનો સમાવેશ થાય છે. તેથી, એફએસઆઈ આપવી અને તેના પર ડુટી વસૂલવી પણ આ કાર્યેા હેઠળ આવે છે, જેના કારણે તેને જીએસટીની બહાર રાખવો જોઈએ.
ક્રેડાઈએ તે પણ કહ્યું કે જો સરકાર જૂની તારીખથી આ નિયમ લાગૂ કરે છે તો ડેવલોપર્સ પર ભારે નાણાકીય બોજ પડશે. તેનાથી ઘણા પ્રોજેકટ વચ્ચે અટકી શકે છે અને ઘર ખરીદનાર પહેલાથી રોકાણ કરી ચૂકયા છે તો તેની બચત પર પણ અસર પડશે.
સંગઠને કહ્યું કે નિર્માણનો ખર્ચ પહેલાથી કાચા માલની મોંઘવારીથી વધી રહ્યો છે. જો એફએસઆઈ ચાર્જ પર જીએસટી લગાવવામાં આવે તો તે સસ્તા મકાનોના પ્રોજેકટને વધુ મોંઘા બનાવી દેશે. મધ્યમ વર્ગના આશરે ૭૦ ટકા લોકો આવા મકાનો ખરીદે છે, પરંતુ વધેલી કિંમતને કારણે આ મકાન તેની પહોંચની બહાર થઈ શકે છે.
ક્રેડાઇના ચેરમેન બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે એફએસઆઈ ચાર્જ કોઈપણ પ્રોજેકટના ખર્ચનો મહત્વનો ભાગ છે. આના પર ૧૮ ટકા જીએસટી લાદવાથી મકાનોની માંગ અને પુરવઠા બંને પર નકારાત્મક અસર પડશે. મકાનોની કિંમતો વધશે, જેનાથી ઘર ખરીદવું વધુ મુશ્કેલ બનશે. સરકારે આ દરખાસ્ત પર પુનર્વિચાર કરવો જોઈએ અને એફએસઆઈ ચાર્જને જીએસટીના દાયરામાં બહાર રાખવો જોઈએ. વધુમાં, આ મામલે કાનૂની સ્થિતિ સ્પષ્ટ્ર છે.
એફએસઆઈ ખર્ચ અને જીએસટીની ગણતરી
ધારો કે ડેવલપરે ૧,૦૦૦ ચોરસ મીટરનો પ્લોટ ખરીધો છે. એફએસઆઈ ની કિંમત પ્રતિ ચોરસ મીટર .૫,૦૦૦ છે.
કુલ એફએસઆઈ કિંમત .૫,૦૦૦ ૧,૦૦૦ .૫૦,૦૦,૦૦૦.
જીએસટી ઉમેર્યા પછી:
એફએસઆઈ પર ૧૮ ટકા જીએસટી .૫૦,૦૦,૦૦૦ ૧૮ ટકા .૯,૦૦,૦૦૦.
નવી કિંમત . ૫૦,૦૦,૦૦૦ . ૯,૦૦,૦૦૦ .૫૯,૦૦,૦૦૦.ઋજઈં શું છે, કઈ રીતે તેની ખર્ચ પર અસર પડશે?
એફએસઆઈ એ ગુણોત્તર છે જે પ્લોટનો કુલ વિસ્તાર અને તેના પર બાંધવામાં આવેલ કુલ લોર વિસ્તાર દર્શાવે છે.ડેવલપર્સ એફએસઆઈ ખરીદે છે જેથી તેઓ વધુ લોર સ્પેસ બનાવી શકે. જો એફએસઆઈ પર ૧૮ ટકા જીએસટી લાદવામાં આવે તો તેની સીધી અસર બાંધકામના ખર્ચ પર પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPD Champions Trophy: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડ 79 રનથી હરાવ્યું
January 21, 2025 09:41 PMOne Nation One Election: વન નેશન વન ઈલેક્શન પર JPC ની બીજી બેઠક 31 જાન્યુઆરીએ યોજાશે
January 21, 2025 07:56 PMટ્રમ્પે શપથ લેતાની સાથે જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી મોકલી શકાય છે પરત
January 21, 2025 07:54 PMતુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, 66 લોકોના મોત અને અનેક ઘાયલ
January 21, 2025 07:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech