રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડને આજે (તા.૨૫૭)ના બે માસ પુર્ણ થાય એ પુર્વેના દિવસે ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાંચ સીટ દ્રારા અત્યાર સુધી પકડાયેલા ગેમઝોનના સંચાલકો, મહાપાલિકાના અધિકારીઓ મળી ૧૫ આરોપીઓ સામે હાલ તો રાજકીય માથાઓને આબાદ બચાવ કરતું ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરાયું છે. લટકતી તલવારની માફક હજી તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન કોઈ આરોપી દેખાશે તો ધરપકડ કે આવી કાર્યવાહી થશેનો માર્ગ ખુલ્લ ો રાખીને ૧.૭૦ લાખ જેવા પેજનું ચાર્જશીટ મુકાયું છે.
રાજકોટમાં આજથી બે માસ પુર્વે તા.૨૫૫૨૦૨૪ના રોજ ટીઆરપી ગેમઝોન આગના ગોળામાં ફેરવાયો હતો અને ૨૭ નિર્દેાષ માનવ જીંદગીના ભોગ લેવાયા હતા. માનવ સર્જીત આ દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાંચની સીટ (સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ) દ્રારા સાપરાધ મનુષ્ય વધ સહિતની ૧૨ કલમો હેઠળ તપાસ દરમિયાન ગેમઝોનના સંચાલકો યુવરાજસિંહ સોલંકી, રાહત્પલ રાઠોડ, નીતિન લોઢા, ધવલ ઠકકર, કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, વેલ્ડીંગ કોન્ટ્રાકટર મહેશ રાઠોડની ધરપકડ કરાઈ હતી.
આ ઉપરાંત ગેમઝોનનું ત્રણ માળનું ગેરકાયદે બાંધકામ નહીં તોડનાર રાજકોટ મહાપાલિકાના પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા તથા તેના સાથીદાર સાગરીતો જેવો આરોપી મહાપાલિકાના જ અન્ય કર્મીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા તેમજ ફાયર બ્રિગેડ ચીફ ઇલેશ ખેર વાઈસ ચીફ ભીખા ઠેબા, ઓફિસર રોહીત વિગોરા મળી કુલ ૧૫ આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને તપાસમાં અહીંથી કાંઈ આગળ કોઈનો રોલ પોલીસ ચોપડે હાલ પુરતો નીકળ્યો ન હતો.
ગઈકાલે અદાલતમાં અિકાંડના રજુ કરાયેલા ચાર્જશીટમાં આરોપીઓ સામે ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૬, ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૭૪, ૧૨૦–બી, ૨૦૧, ૧૧૪ જેવી ૧૨ કલમો હેઠળ ધરપકડ કાર્યવાહી થઈ છે. જેમાં સાપરાધ મનુષ્ય વધના આરોપ સાબીત થાય તો ૧૦ વર્ષ સુધીની સજા પડી શકે. આજે અંદાજે ૧.૭૦ લાખ પેજનું ચાર્જશીટ ગઈકાલે એડી ચીફ જયુ. મેજી. એ.પી.દવેની કોર્ટમાં ફાઈલ કરાયું હતું.
તપાસ દરમિયાન સીટ દ્રારા ૩૦ સાહેદોના કોર્ટ સમક્ષ નિવેદનો, ૮૬ સરકારી કર્મચારીઓ મળી ૩૬૫ સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આરોપીઓ સામે સજજડ પુરાવાઓ સાથેનું ચાર્જશીટ તૈયાર કરાયું હોવાના દાવા કરાયા છે. ચાર્જશીટ ફાઈલ કરાયા સંદર્ભે ક્રાઈમ બ્રાંચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે વિગતો મીડિયા સમક્ષ વર્ણવી હતી. ગેમઝોનનો મુખ્ય સંચાલક પ્રકાશ હિરન અંદર જ જે તે સમયે ભુંજાઈ ગયો હતો અને તેને એ વખતે ડીએનએ આધારે મૃત જાહેર કરાયો હતો. તપાસમાં ગેમઝોનના આર્થિક વ્યવહારો ચકાસવા માટે ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ મદદ લેવાઈ હતી. ગેમઝોનના સંચાલકોના નાણાકીય વ્યવહારો, બેંક એકાઉન્ટસ, ટ્રાન્ઝેકશન ઉપરાંત સરકારી વિભાગોમાં ભરાતા ટેકસ, ઓડીટ સહિતની બાબતોના આર્થિક વ્યવહારોના પુરાવાઓ ચકાસવા, એકત્રીત કરવા નાણાકીય તજજ્ઞો સાથે રાખીને તપાસ કરાઈ હતી.
મનપાના શાસકો હાલ તો દૂધે ધોયેલા બધાને કલીનચીટ મળશે ?
અગ્નિકાંડમાં મહાપાલિકાની ઘોર બેદરકારી ખુલી હતી. જો કે, તેમાં વહીવટી પાંખ (કર્મચારીઓ, અધિકારીઓ) જ દોષિત કે દેખાયા નીકળ્યા. શાસકો અત્યારે દુધે ધોયેલા પોલીસ અને સરકારને દેખાયા છે. એકમાત્ર ભાજપના નગર સેવક નીતિન રામાણી અને એ પણ સામે ચાલીને બોલ્યા કે મે ગેમઝોનમાં ભલામણ કરી હતી. એટલે પોલીસને કદાચ નાછૂટકે નિવેદન નોંધવું પડયું હશે તેમ નિવેદન નોંધ્યું. પુછપરછ કરી પરંતુ પોલીસને નીતીનનો હાલ તો અિકાંડમાં કોઈ રોલ દેખાતો નથી. આવી જ રીતે પોલીસ ડીપાર્ટમેન્ટ, માર્ગ મકાન વિભાગના કોઈ અધિકારીઓની કોઈ ગુનાહીત ભુમીકા દેખાઈ નથી. આમ છતાં આરપીઆઈને હાલ સસ્પેન્ડ કરાયેલા છે. કદાચ સમય જતાં એવું બને કે, માત્ર મહાપાલિકાના અધિકારીઓ, સ્ટાફ જ દોષિત ઠરે અને અન્યો બધાને કલીન ચીટ મળી શકે. સરકાર રચિત અન્ય બે સીટની તપાસને ગુના સંબંધી ક્રાઈમ બ્રાંચ સીટની તપાસ સાથે ખાસ બંધન રહે નહીં
અગ્નિકાંડની તપાસ, ચાર્જશીટ ખરા અર્થમાં કડક કે જૂના કેસ જેવા સાબીત થશે ?
અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચ દ્રારા ઉંડાણપુર્વક, તલસ્પર્શી તપાસ કરાઈ છે અને હજી એ જ ઢબે તપાસ ચાલુ છે તેવું સુત્રો કહી રહ્યા છે. કડક અને આરોપીઓને કયાંય છટકબારી ન મળે તેવી ફત્પલપ્રુફ તપાસ અને સજજડ પુરાવાઓ એકત્રીત કરાયા હશે તો આરોપીઓ માટે જેલવાસનો સંયોગ બની રહેશે. અગાઉ મોરબી ઝુલતો પુલ, તક્ષશીલા કાંડ, હરણીકાંડ જેવી માનવ સર્જીત દુર્ઘટનામાં પણ દાવાઓ સાથે કડક તપાસ થઈ હતી. તેમાં મહત્તમ આરોપીઓ થોડા માસમાં જ જામીન મુકત બની ગયા છે. રાજકોટની દુર્ઘટનામાં જો એ જુના લુપ ધ્યાને રાખીને તપાસ થઈ હશે તો કદાચીત આ વખતે આ ઘટનામાં આરોપીઓને છટકવાનો મોકો નહી મળે. જો કે, આખરે તો સમય જ બતાવશે કે તપાસ કેવી થઈ
વેલ્ડિંગના તણખાથી આગ લાગ્યાનું અવલોકન
સેકન્ડોમાં જ ગેમઝોનમાં આગ કઈ રીતે વિકરાળ બની ગઈ તે મુદે અંદર પેટ્રોલ, ડીઝલનો મોટો જથ્થો હતો અને એના કારણે તરત જ આગ લાવારસ બની હતીની વાતો ચાલી હતી. જો કે, ચાર્જશીટમાં આ વાતનો છેદ ઉડી ગયો છે. આગ ગેમઝોનમાં વેલ્ડીંગ કામ કરતી વખતે તણખો ઝરતા લાગી હતી. ગેમઝોનમાં ઠંડક માટે પ્લાસ્ટીક ફોમ સીટ, લાકડાનો અને આવા જલ્દી સળગી ઉઠે તેવા મટીરીયલ્સનો ઉપયોગ થવાથી આગે સેકન્ડોમાં જ મોટું સ્વરૂપ લઈ લીધાનું ચાર્જશીટમાં તારણ નીકળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech