અનામત બાબતે સુપ્રીમકોર્ટના નિર્ણય વિધ્ધ પોરબંદરમાં ‘જય ભીમ જય ભીમ’નો નાદ ગુંજ્યો હતો અને રાણીબાગ ચાર રસ્તેથી જિલ્લા કલેકટર કચેરી સુધીની વિશાળ રેલીનું આયોજન થયુ હતુ જેમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ અને લોકો જોડાયા હતા.
તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી (વર્ગીકરણ) માટેની અનામત માટે મંજુરી આપી હતી જે અંતર્ગત પોરબંદરના પેરેડાઇઝ ફૂવારા પાસે ચાર દિવસ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પોરબંદરના અનુસૂચિત જાતિ સમાજના સભ્યોએ હાજરી આપી હતી. અને અનુસૂચિત જાતિ સમાજની મીટીંગ મળેલ હતી જેમાં સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે એ અનુસુચિત જાતિ ના અનામત ના આપેલા ચુકાદા ના વિદ્ધ માં ભારત બંધ ના એલાન ને સમર્થન આપવા માટે અપીલ થઇ હતી.
ત્યારે આ બંધને સફળતાપૂર્વક પાડવા માટે લાગુ પડતી પરમિશન લઇને રાણીબાગ થી જિલ્લા કલેક્ટર કચેરી સુધીની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં આગેવાનોથી માંડીને સામાન્ય લોકોએ પણ ‘જય ભીમ જય ભીમ’ના ગગનભેદી નાદ સાથે પોતાની માંગ દોહરાવી હતી અને ન્યાય મળે તેવી અપીલ કરી હતી.
આગેવાનો દ્વારા થયેલી રજૂઆતમાં જણાવાયુ હતુ કે ભારતની ઉચ્ચ અદાલત સુપ્રિમકોર્ટના સાત (૭) ન્યાયધીશોની મળેલ કમીટીમાં એસ.સી.,એસ.ટી. ના હકક અધિકારો વિભાજીત કરવાનો સુધારો ખોટી રીતે રાજયોનો એનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યા છે. ભારતીય બંધારણ વિધ્ધ સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરીને ઉમેરવામાં આવ્યુ હતુ કે સામાજીક, શૈક્ષણિક પછાતના અને સદીયોના અન્યાયને કારણે અનામત મળી છે શું આ કારણો હવે નથી અને આ આદેશથી એસ.સી. એસ.ટી. અને ઓ.બી.સીને એકબીજામાં વિભાજીત કરશે જેનાથી બહુજન સમુદાયને ભારે નુકશાન થશે અને આરક્ષણએ ગરીબી નાબુદીનો કાર્યક્રમ નથી તો પછી તમે આર્થિક માપદંડના આધારે એસ.સી, એસ.ટી. ને અનામત કેવી રીતે નકારી શકો અને આ આદેશ ઉપરથી એવુ લાગે છે કે અમારી એકતા સરકારને તે પસંદ નથી તેથી સુપ્રિમકોર્ટ કરીથી ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવવાનું શ કર્યું હોય એવુ લાગે છે જેથી એસ.સી., એસ.ટી આરક્ષણના પેટા વર્ગીકરણ અંગે સુપ્રિમકોર્ટના નિર્ણય પર સંસદના આ સત્રમાં બંધારણીય સુધારો લાવવો જોઈએ અને મુળ બંધારણને પુન: સ્થાપિત કરવું જોઈએ એસ.સી.એસ.ટી. ની યાદી બનાવવા અને બદલવાનો અધિકાર માત્ર આપ રાષ્ટ્રપતિને છે. કલમ ૩૪૧ અને ૩૪૨ હેઠળની જોગવાઈને ૯મી અનુસુચિમાં સામેલ કરવી જોઈએ અને અનામતના મુદાને કોર્ટના હસ્તક્ષેપથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે વિશાળ સંખ્યામાં લોકોએ આવેદન પાઠવ્યુ હતું.
એડવોકેટો બંધમાં જોડાયા
૨૧મી ઓગસ્ટે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારતબંધનું એલાન આપ્યુ છે તેને પોરબંદર જિલ્લા બાર એસો.એ ટેકો જાહેર કર્યો હતો અને પોરબંદરના એડવોકેટો પણ એક દિવસ માટે કામકાજથી દૂર રહ્યા હતા.પોરબંદર જિલ્લા બાર એસો.ના પ્રમુખ એન.જી. જોષીએ જણાવ્યુ છે કે સમગ્ર ભારતમાં વસતા એસ.સી. એસ.ટી. વર્ગ દ્વારા તા. ૨૧-૮-૨૦૨૪ના રોજ ‘ભારત બંધ’નું એલાન આપેલ હતુ અને તે અનુસંધાને પોરબંદર ડિસ્ટ્રીકટ બાર એસોશીએશનના અનેક સભ્યોએ લેખિતમાં અરજી આપી. ભારત બંધના એલાનને ટેકો આપવા માટે અપીલ કરતા તે અનુસંધાને કારોબારી મિટિંગમાં તાત્કાલિક ચર્ચા-વિચારણા કરતા અનેક સભ્યોની ભારતબંધના એલાનની જોડાવવાની અરજી અને માંગણી હોય. અને તેથી તે અનુસંધાને પોરબંદર ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનના તમામ સભ્યો ભારતબંધના એલાનમાં જોડાયને એક દિવસ માટે કામકાજથી દૂર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech