રાજકોટમાં બાર મતદાન મથકમાં થશે ફેરફાર ચૂંટણી પંચને નવેસરથી દરખાસ્ત કરાશે

  • October 04, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૧૦ દિવસ પાછો ઠેલવામાં આવ્યો છે અને ચૂંટણી પંચે આ સમયગાળા દરમિયાન મતદાન મથકની સંખ્યા સ્થળ કે અન્ય કોઈ બાબતમાં ફેરફાર હોય તો તે જણાવવા માટેની સૂચના દરેક જિલ્લા ચૂંટણી અધિકારીઓને પાઠવી હતી. રાજકોટ જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા આ સંદર્ભે હાથ ધરેલી કવાયત પૂરી થઈ ગઈ છે અને હવે ચૂંટણી પંચમાં આ સંદર્ભે વિધિવત દરખાસ્ત કરવામાં આવશે.

સર્વે દરમિયાન બહાર આવેલી વિગત મુજબ ૬૯ રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં છ મતદાન મથકના સ્થળ ફેરવવામાં આવશે અને ૭૧ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં છ મતદાન મથક એવા છે કે તે એક સેકશનમાંથી બીજા સેકશનમાં ફેરવવા પડશે. જોકે આ પ્રક્રિયા કરતા પહેલા હજુ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજવામાં આવશે.
દરમિયાનમાં જામનગર રોડ પર માધાપર નજીક ચૂંટણી પંચના વેરહાઉસમાં ઈવીએમનું ફસ્ર્ટ લેવલ ચેકિંગ જુદા જુદા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં થઈ રહ્યું છે. ગઈકાલે પ્રથમ દિવસે ૭૩ મશીનની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં ત્રણ મશીન ફોલ્ટી ગણાતા તે એક તરફ રાખી દેવાયા છે. ગઈકાલે પ્રથમ દિવસ હોવાથી શોર્ટીગ, ટેબલની ગોઠવણી જેવી કામગીરીમાં સમય પસાર થયો હતો. આજે સવારે ૯:૦૦ વાગ્યાથી આ કામગીરી ફરી શ થઈ છે અને સાંજ સુધીમાં ૧૦૦ થી વધુ મશીનની ચકાસણી થાય તેવી શકયતા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી તત્રં પાસે ૩૬૯૪ બેલેટ યુનિટ, ૩૧૪૯ કંટ્રોલ યુનિટ અને ૩૫૯૨ વીવીપેટ છે. લગભગ ૨૦ દિવસમાં ફસ્ર્ટ લેવલ ચેકિંગની કામગીરી તમામ મશીનમાં પૂરી થયા પછી છેલ્લે મોકપોલ પણ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application