એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચંદ્રપ્રકાશ દરમિયાન ઉષ્ણકટીબંધીય સસ્તનજીવોના વ્યવહારમાં પરિવર્તન થાય છે. સંશોધનમાં ત્રણ મહાદ્વિપ્ના 17 સંરક્ષિત જંગલોમાંથી 20 લાખથી વધુ વન્યજીવોના ફોટાઓનું એનાલીસીસ કરવામાં આવ્યું હતું. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ઇકોલોજિસ્ટ લિડિયા બ્યુડ્રોટે સંશોધનમાં ઉષ્ણકટિબંધીય વન્યજીવોના રહેઠાણ સાથે જોડાયેલ પડકારોનો પણ ઉલ્લેખ કર્યો, જેના માટે માણસની દખલગીરી જવાબદાર છે. નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ લાઇફ સાયન્સના મુખ્ય લેખક રિચાર્ડ બિશોફ સમજાવે છે કે માણસની ગતિવિધિ વન પરિસ્થિતિ તંત્રને બદલી રહી છે. આ એવું જ છે જેમ તમે અંધારામાં સંતાકૂકડી રમી રહ્યા હોય અને કોઈ મીણબતી પ્રગટાવે તો રસ્તો બદલવો પડી શકે છે. સંશોધકોએ 86 સસ્તન પ્રાણીઓની જાતિઓની તપાસ કરી અને જાણવા મળ્યું કે 50 ટકા પ્રજાતિઓએ પ્રકાશના બદલાતા સ્તરના અનુરૂપ તેમની પ્રવૃત્તિઓ બદલી છે.
30 ટકા પ્રજાતિઓ ચંદ્રપ્રકાશથી બચવાનો પ્રયાસ કરે છે જયારે 20 ટકા પ્રજાતિ ચંદ્રપ્રકાશથી આકષર્યિ છે. લીડીયા બ્યુડ્રોટએ વન્યજીવોના આવાસમાં જે ઘટાડો થઇ રહ્યો છે તાના અંગે ચિતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જેમ જેમ જંગલો સાફ થઇ રહ્યા છે, વન્યજીવો ઉપર વૃક્ષોની છાયાનું આવરણ ઘટી રહ્યું છે અને કૃત્રિમ પ્રકાશ વધી રહ્યો છે. જેનાથી પ્રાણીઓને ખોરાક અને સુરક્ષિત સ્થાન મેળવવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech