મતગણતરીની પેટર્નમાં થયો ફેરફાર: હવે ટ્રેન્ડ મોડા મળશે

  • May 13, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તારીખ ૪ જૂન ના રોજ સમગ્ર દેશમાં એક સાથે લોકસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે. તે સંદર્ભે આજે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મતગણતરી કેમ હાથ ધરવી અને તેમાં કઈ કઈ બાબતોનું વધુ ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આજે આપવામાં આવ્યું હતું.

દર વખતે ઇવીએમના મતની સાથો સાથ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવતી હોય છે. આ વખતે પોસ્ટલ બેલેટ ની મતગણતરી પૂરી થયા પછી અને તેની આંકડાકીય માહિતીઓ જાહેર કર્યા પછી જ ઇવીએમની મત ગણતરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફ, બહારના રાયોમાં ફરજ બજાવતા જવાનો અને સૈનિકો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા હતી તેમાં ટપાલમાં બેલેટ પત્ર મોકલવામાં આવતું હતું અને ટપાલ મારફત પરત મેળવવામાં આવતું હતું. આ વખતે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા સ્ટાફને તાલીમના સ્થળે જ બેલેટ પેપર આપી ત્યાં જ મતદાન કરાવવામાં આવ્યું હતું અને તેના કારણે પોસ્ટલ બેલેટમાં મતદાનની ટકાવારી વિક્રમજનક હદે વધુ થઈ છે. સામાન્ય રીતે પોસ્ટલ બેલેટમાં ૩૫ થી ૪૦% મતદાન થતું હોય પરંતુ આ વખતે તે ૭૫% આસપાસ પહોંચી ગયું છે. રાજકોટ સંસદીય મતવિસ્તાર ની જ વાત કરીએ તો અહીં ૧૭૦૦૦ જેટલા પોસ્ટલ બેલેટ ની ગણતરી કરવાની થાય છે.

આવેલા તમામ પોસ્ટલબેટ બેલેટને મતપેટીમાંથી બહાર કાઢી, તેના થપપા કરી ડ્રમમા નાખી મિકસ કરવાના હોય છે. ત્યારબાદ ફરી થપા કરીને ગોઠવવાના અને મતગણતરી કરવાની હોય છે. બોર્ડર પર અથવા તો અન્ય રાયમાં ફરજ બજાવતા જવાનોના ટપાલ મારફત મળેલા પોસ્ટલ બેલેટ ઉમેદવારો અથવા તો તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કવરના સીલ ખોલીને થપામાં ગોઠવવાના હોય છે. આ પ્રક્રિયામાં લાંબો સમય પસાર થઈ જતો હોવાથી આ વખતે ઇલેકટ્રોનિક વોટિંગ મશીન ની ગણતરી અગાઉના વર્ષેાની સરખામણીએ મોડી થશે અને તેના કારણે પરિણામમાં તો જાહેર કરવામાં તો વિલબં થશે જ પરંતુ ટ્રેન્ડ મળવામાં પણ વાર લાગશે.
લોકસભાની રાજકોટ બેઠક પર ૧૭,૦૦૦થી વધુ પોસ્ટલ બેલેટ છે અને તેની ગણતરી માટે પ્રથમ વાર અલગથી હોલ ફાળવવામાં આવ્યો છે. રાજકોટ જેવી જ વ્યવસ્થા રાયની અન્ય તમામ બેઠકોમાં કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application