ચંદ્રચુડે ન્યાયતંત્રમાં વંશવાદ, પુરૂષો, હિન્દુઓ અને ઉચ્ચ જાતિના વર્ચસ્વને નકારી કાઢ્યું

  • February 14, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે દેશના ન્યાયતંત્રમાં વંશવાદ, પુષો, હિન્દુઓ અને ઉચ્ચ જાતિના વર્ચસ્વને નકારી કાઢું છે. તેમણે કહ્યું કે નીચલી અદાલતોમાં ૫૦ ટકા નિમણૂકો મહિલાઓની છે અને આ સંખ્યા વધુ વધશે. આ ઉપરાંત, ન્યાયતંત્રમાં પણ ઉચ્ચ અને જવાબદાર હોદ્દાઓ પર મહિલાઓ હશે.
ભૂતપૂર્વ સીજેઆઈ ચંદ્રચુડને પૂછવામાં આવ્યું કે કે શું ભારતીય ન્યાયતંત્રમાં પરિવારવાદ છે અને શું તેમાં ઉચ્ચ જાતિ અને પુષોનું વર્ચસ્વ છે? આ સવાલના જવાબમાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તેઓ આ બાબતો સાથે સહમત નથી, બલ્કે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. તેમણે કહ્યું કે નીચલી અદાલતો ન્યાયતંત્રનો આધાર છે અને જો આપણે ત્યાં નવી ભરતીઓ પર નજર કરીએ તો તેમાંથી ૫૦ ટકા મહિલાઓ છે. ઘણા રાયો એવા છે યાં જિલ્લા અદાલતોમાં ૬૦ થી ૭૦ ટકા મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે યાં સુધી ઉચ્ચ ન્યાયતંત્રનો સવાલ છે, તે દસ વર્ષ પહેલાંના કાયદાકીય વ્યવસાયને પ્રતિબિંબિત કરે છે અને આવનારા સમયમાં, ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓની ભાગીદારી પણ જોવા મળશે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે હાલમાં નીચલી અદાલતોમાં મહિલાઓની નિમણૂક થઈ રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમે જોશો કે મહિલાઓ મોટા અને જવાબદાર હોદ્દાઓ પર હશે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, 'હવે મહિલાઓ માટે શિક્ષણ, ખાસ કરીને કાનૂની શિક્ષણની પહોંચ વધી છે. કાયદા શાળાઓ અને કોલેજોમાં તમે જે જાતિ સંતુલન જુઓ છો તે હવે ભારતીય ન્યાયતંત્રના નીચલા સ્તરે પણ દેખાય છે. યાં સુધી લિંગ સંતુલનની વાત છે, જિલ્લા અદાલતોમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે અને આવનારા સમયમાં તેમાં વધુ વધારો થશે.
વંશવાદના પ્રશ્ન પર, જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તેમના પિતાએ તેમને કહ્યું હતું કે ભૂતપૂર્વ સીજેઆઈ યાં સુધી ન્યાયાધીશ છે ત્યાં સુધી તેમણે કોઈપણ કોર્ટમાં પ્રેકિટસ ન કરવી જોઈએ. આ કારણોસર, જસ્ટિસ ચંદ્રચુડે ત્રણ વર્ષ સુધી હાર્વર્ડ લો સ્કૂલમાં અભ્યાસ કર્યેા. તેમણે કહ્યું કે તેમના પિતા નિવૃત્ત થયા ત્યારે તેમણે પોતાની પ્રેકિટસ શ કરી હતી. જસ્ટિસ ચંદ્રચુડે પત્રકારને કહ્યું કે જો તેઓ અવલોકન કરે તો, મોટાભાગના વકીલો અને ન્યાયાધીશો એવા છે જેઓ પહેલી વાર કાયદાકીય વ્યવસાયમાં પ્રવેશ્યા છે, એટલે કે, તેમની પાસે કાયદાનું બેકગ્રાઉન્ડ નથી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે યાં ભદ્ર વર્ગ, ઉચ્ચ જાતિ, હિન્દુઓના વર્ચસ્વનો પ્રશ્ન છે, ત્યાં પરિસ્થિતિ બરાબર વિપરીત છે, ભારતીય ન્યાયતંત્રમાં આવું કઈં નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application