સાત રસ્તાથી લાલબંગલા તરફનો માર્ગ બંધ કરાતા સર્જાયો ચકકાજામ

  • January 08, 2025 11:23 AM 

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ા.196 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ફલાય ઓવરબ્રિજ બની રહ્યો છે, અવારનવાર રસ્તા બંધ થવાને કારણે વાહનચાલકો ભારે પરેશાન થઇ રહ્યા છે, સાતરસ્તાથી લાલબંગલા સુધીનો માર્ગ ફરીથી બંધ કરી દેવામાં આવતાં મુશ્કેલી શ થઇ છે, સાતરસ્તાથી વાલ્કેશ્ર્વરીવાળા રસ્તે પહેલા વાહનચાલકોએ જવાનું ત્યારબાદ યુ ટર્ન લઇને પાછુ આવવાનું, આમ ફરીથી રસ્તો બંધ કરી નખાતા વાહનોનો થપ્પો લાગી ગયો હતો અને આ સમયે પોલીસ પણ ન હોવાથી વાહનચાલકો લાંબો સમય સુધી ઉભા રહ્યા હતાં. જામનગરમાં જયારથી ઓવરબ્રિજની કામગીરી શ થઇ છે ત્યારથી અવારનવાર ટ્રાફિક જામની મુશ્કેલી શ થઇ છે. જામનગર શહેરમાં આમેય ટ્રાફિક જામની સમસ્યા જટીલ બની છે, અવારનવાર બેડીગેઇટ, રણજીતરોડ, ચાંદીબજાર, એસ.ટી. રોડ ઉપર ટ્રાફિક જામ થઇ જાય છે, થોડા સમય પહેલા રવિવારે નાગનાથ ગેઇટ પાસે ભરાતી ગુજરી બજાર પાસે પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો, અંતે પોલીસ દોડી આવતાં આ ટ્રાફિક હળવો થયો હતો, પરંતુ અવારનવાર ટ્રાફિક જામ થવાને કારણે લોકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ જાય છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન કે પોલીસ પાસે કોઇ ખાસ એકશન પ્લાન ન હોવાના કારણે અવારનવાર રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application