નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયાના બે મહિના બાદ આખરે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ એફઆરસી કમિટીની રચના કરવામાં આવી છે.જો કે ફારસરૂપ એવી એફઆરસી કમિટીમાં અધ્યક્ષને બાદ કરતાં નવા નિશાળિયાઓ ને મૂકવામાં આવતા શાળા સંચાલકો પણ ભારે આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની 5800 જેટલી ખાનગી શાળાઓ પર ફી નિયંત્રણનું કામ કરવા માટે વર્ષ 2017 થી ગુજરાતના ચાર ઝોનમાં ફી નિયમન કમિટીની રચના કરવામાં આવી છે જેમાં છેલ્લા બે મહિનાથી કમિટી ચેરમેન અને અન્ય સભ્યો વિહોણી બની હતી.
ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા એફ.આર.સી માં નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં રાજકોટ ઝોનની કમિટીમાં અધ્યક્ષ સ્થાને નિવૃત જજ પી.જે.અગ્રાવતને રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે શાળા સંચાલકના પ્રતિનિધિ તરીકે પ્રભુભાઈ સિંધવ, શિક્ષણવિદ તરીકે મુકુન્દરાય મહેતા, સિવિલ એન્જિનિયર પ્રવીણ વસાણીયા,સી.એ. હાર્દિક વ્યાસને સમિતિના અન્ય સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જોકે નવા ચહેરાઓથી રાજકોટના સ્કૂલ સંચાલકો અજાણ હોવાનું સામે આવ્યું છે. પી જે અગ્રાવત કે જે કમિટીના અધ્યક્ષ પદે રીપીટ થયા છે તેમની બાદ કરતા અન્ય સભ્યો નવા નિશાળયા ચહેરાઓ મુકાયા હોવાનો શાળા સંચાલકોમાંથી ગણગણાટ ઉભો થયો છે. તો બીજી તરફ વાલીઓ માંથી પણ નવી કમિટી કાગનો વાઘ સાબિત થશે કે કેમ તે અંગે ચચર્મિાં ઊભી થઈ છે.હાલમાં તો 500 જેટલી શાળાઓ દ્વારા ફી વધારાની દરખાસ્ત કરવામાં આવી હતી જેની ફાઈલો માળીએ ચડી ગઈ છે. નવી કમિટી દ્વારા આ સ્કૂલોની ફી વધારાની દરખાસ્ત મંજુર રખાશે કે પછી વાલીઓની તરફેણમાં નિર્ણયો આવશે તે આગામી સમય જ બતાવશે.
રાજકોટ સહિત 11 જિલ્લાની ખાનગી શાળાઓની ફી નક્કી કરતી કમિટી છે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર એમ 11 જીલ્લા આવેલા છે. જેમાં અત્યાર સુધી ચેરમેન તરીકે નિવૃત્ત જજ પી. જે. અગ્રાવત, સભ્ય તરીકે શિક્ષણવિદ અશોક સેતા, ખાનગી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે અજય પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગિરીશ દેવળીયા અને સિવિલ એન્જિનિયર તરીકે ડી. મીરાણી હતા. જોકે ગત ઓકટોબર - 2023 થી ખાલી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ, ચાર્ટર્ડ એકાઉન્ટ અને સિવિલ એન્જિનિયર ની મુદત પૂર્ણ થતા સમિતિમાં ચેરમેન અને એક જ સભ્ય રહ્યા હતા. જોકે ચેરમેન અને શિક્ષણવિદની મુદ્દત પણ ગત માસમાં પુર્ણ થતા સૌરાષ્ટ્ર ઝોનની સમિતિ 10 જૂનથી બરખાસ્ત થઈ ચૂકી છે અને હવે બે માસ બાદ નવી નિમણુંક કરવામાં આવી છે.
500 જેટલી સ્કૂલોની ફાઇલ પેન્ડિંગ ચાલુ વર્ષનું ફી માળખું હવે નક્કી થશે
રાજકોટ ફી નિધર્રિણ કમિટીના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 500 જેટલી શાળાઓની ફાઈલ પેન્ડિંગ છે એટલે કે આ ખાનગી શાળાઓની ફી નક્કી કરવાની બાકી છે. એવી અનેક શાળાઓ છે કે જેમાં વર્ષ 2024- 25 ની એટલે કે ચાલુ વર્ષની ફી નક્કી થવાની બાકી છે. જોકે હવે આ મુશ્કેલી દૂર થશે. રાજકોટ ઝોનની આ કમીટીમાં ખાનગી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે નિમણૂક પામેલા સભ્યોને રાજકોટની જાણીતી શાળાના સંચાલકો પણ ઓળખતા ના હોવાનું અને આ ચહેરો અન્ય શાળા સંચાલકો થી પણ અજાણ હોવાની વાત સામે આવતા ભારે ચચર્િ ઊભી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૩ લાખ મેટિ્રક ટન મગફળી ખરીદીના ટાર્ગેટ સામે બે મહિનામાં ૨.૭૦ લાખ મેટિ્રક ટનની ખરીદી
January 23, 2025 11:21 AMકાળ બોલાવતો હોય તેમ મિત્રે ના કહી છતા આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ને મોત મળ્યું
January 23, 2025 11:20 AMકોલ્ડ પ્લે કોન્સર્ટની સુરક્ષામાં ૩૮૦૦ પોલીસ તૈનાત
January 23, 2025 11:18 AMદ્વારકાના જગતમંદિરની ઘ્વજાજી મુદ્દે વડાપ્રધાનને પત્ર: ભ્રષ્ટાચારનો આક્ષેપ
January 23, 2025 11:18 AMમહાનગરોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મૂલ્યાંકન માટેના માપદંડ લાગુ પડાશે
January 23, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech