સ્ટે.ચેરમેને થર્મેાપ્લાસ્ટ પટ્ટામાં કૌભાંડ પકડ્યુ

  • January 07, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં હોતા હૈ ચલતા હૈની માફક અનેક નિર્ણયો વર્ષેાથી પરંપરાગત રીતે થતા રહેતા હોય છે પરંતુ કયારેક આવા નિર્ણયોને બ્રેક લગાવી તેનો રિવ્યુ કરવામાં આવે ત્યારે સત્ય હકીકત સામે આવતી હોય છે. દરમિયાન આજે સવારે ૧૧ કલાકે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આવું જ એક કૌભાંડ પકડી પાડું હોવાનું ઉજાગર થયું હતું.
રાજકોટમાં રોડ માકિગ (સ્પીડબ્રેકર ઉપર પટ્ટા, ઝીબ્રા ક્રોસિંગ, પાકિગ બેલ્ટ, રોડ સાઇનેજીસ)ની કામગીરી માટેનો કોન્ટ્રાકટ આપવાની દરખાસ્તમાં .૧.૫૦ કરોડના એસ્ટીમેટ સાથેનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું અને આ કામે ૨૮ ટકા ડાઉન ભાવ સાથે વિનાયક કોર્પેારેશન નામની એજન્સીએ ઓફર રજૂ કરી હતી, દરખાસ્તના અભ્યાસને અંતે ચેરમેનને કામ ઓછું અને ભાવ વધુ જણાયા હતા કારણકે વર્ષમાં ફકત એકાદ વખત વારે તહેવારે રોડ માકિગ થતું હોય તેનો ખર્ચ કઇં થોડો .૧ કરોડથી વધુ થાય તેમ જણાતા એકાદ મહિના પૂર્વે મળેલી બેઠકમાં રજૂ થયેલી આ દરખાસ્ત મામલે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ રિટેન્ડર કરવા આદેશ કર્યેા હતો.
દરમિયાન શોર્ટ ટર્મ નોટિસથી રિટેન્ડર કરતા ફરી એ જ એજન્સી વિનાયક કોર્પેારેશનનું ટેન્ડર આવ્યું હતું અને તેણે અગાઉ કરતા વધુ ચાર ટકા ડાઉન ભાવ સાથે ૩૨ ટકા ડાઉન ભાવ ઓફર કર્યા હતા!
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે પ્રથમ પ્રયત્ને ટેન્ડરમાં .૧.૫૦ કરોડના એસ્ટીમેટ સામે ૨૮ ટકા ડાઉન ભાવ .૧ કરોડ ૮ લાખનો ભાવ ઓફર કરનાર એજન્સી વિનાયક કોર્પેારેશનએ રિટેન્ડરમાં ફરી ટેન્ડર ભયુ હતું અને અગાઉ ભરેલા ભાવ કરતા વધુ ચાર ટકા ભાવ ઘટાડી ૩૨ ટકા ડાઉન ભાવ સાથે .૧ કરોડ ૧ લાખ ૯૨ હજાર ૨૦૭માં (અગાઉની તુલનાએ .૭ લાખ ઓછામાં) કામ કરવા ઓફર કરી હતી જે ગ્રાહ્ય રાખી તેને કોન્ટ્રાકટ આપવા મંજુરી અપાઇ હતી પરંતુ ઇચ્છા થાય ત્યારે વર્ષમાં એકાદ બે વખતને બદલે બારેય મહિના યારે યાં સુચવાય ત્યાં તેમજ વિવેક બુધ્ધિ મુજબ યાં જર જણાતી હોય ત્યાં સતત રોડ માકિગ ચાલુ રાખવાનું રહેશે તેવી કડક તાકિદ કરાઇ છે. તેમણે ઉમેયુ હતું કે રિટેન્ડરથી મહાપાલિકાને .૭ લાખનો ફાયદો થયો છે. અલબત્ત ખર્ચ કરતા લોકોને યોગ્ય સુવિધા મળી રહે અને રોડ ઉપર થર્મેાપ્લાસ્ટ માકિગના અભાવે ટ્રાફિક સમસ્યા સર્જાતી અટકે તેમજ અકસ્માતો થતા અટકે તે મહત્વનું છે. દર મહિને થર્મેાપ્લાસ્ટથી રોડ માકિગ થાય છે કે નહીં તેનો રિવ્યુ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન કક્ષાએથી લેવામાં આવશે તેમ જાહેર કયુ હતું


રોડ માકિગને લગતી ફરિયાદો મોકલો: ઠાકર
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે શહેરના કોઇ પણ વિસ્તારમાં રોડ માકિગ ન હોય તો જાગૃત નાગરિકો આગળ આવીને મહાપાલિકામાં રજુઆત અને સૂચન કરવા માટે આગળ આવે તેવી મારી અપીલ છે. કોઈ પણ વિસ્તારમાં સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા લગાવેલા ન હોય, રોડ લાઇનીંગ સહિતની સાઈનેજીસ દેખાતી ન હોય, ઝાંખી પડી ગઇ હોય, ઝીબ્રા ક્રોસિંગ કે પાકિગ બેલ્ટનું માકિગ કરાયું ન હોય તો ફરિયાદ કરવા અનુરોધ છે.

દર મહિને રંગાશે કુલ ૧૪૪૦ સ્પીડબ્રેકર્સ
રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડમાં કુલ ૧૪૪૦ જેટલા સ્પીડ બ્રેકર્સ છે મતલબ કે દરેક વોર્ડમાં સરેરાશ ૮૦ જેટલા સ્પીડબ્રેકર છે, હાલ સુધી આ સ્પીડ બ્રેકર ઉપર વર્ષે એક વખત માકિગ થતું હતું, હવે દર મહિને વર્ષમાં ૧૨ વખત માકિગ કરવા સ્ટેન્ડિંગ ચેરમેનએ એજન્સીને આદેશ કર્યેા છે અને તે મુજબ કામ કરવાની શરતે જ કોન્ટ્રાકટ આપવા નિર્ણય કરાયો હોવાનું સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર એ જણાવ્યું હતું સાથે જ ઉમેયુ હતું કે માકિગના અભાવે વાહનચાલકને સ્પીડ બ્રેકર્સ નજરે પડતા નથી તેથી અકસ્માત સર્જાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News