જામનગર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાંથી કોૈશિકકુમાર ધનસુખલાલ પટેલ (મે. ડી.પી.એસ. પ્રોડકટ્સના પ્રોપ્રાઈટર) એ લોન મેળવી તે ભરપાઈ નહીં કરતા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા જામનગરના પેનલ એડવોકેટ મહેશ એ. તખ્તાણી મારફત નામદાર કોર્ટમાં ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 અન્વયેની ફરીયાદ દાખલ કરી અને તે ચાલી જતાં ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના કાયદાની વિસ્તૃત દલીલો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના વકીલ દ્વારા રજુ કરવામાં આવતાં અદાલતે આરોપીને બે વષ્ર્નિી જેલ સજા તથા ા. એક લાખનું વળતર બેંકને ભરપાઈ કરવા અંગેનો ચૂકાદો જાહેર કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જામનગરના કોૈશિકકુમાર ધનસુખલાલ પટેલએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન મેળવી તે ભરપાઈ કરવા અંગે જુદા-જુદા ચેક્સ ઈશ્યુ કરેલ પરંતુ તે ચેક્સ ફંડસ ઈનસફીશીયન્ટના શેરા સાથે પરત ફરતાં બેંક દ્વારા આરોપીને નોટીસ પાઠવવા છતાં કોઈ દરકાર લેવામાં ન આવતા બેંક દ્વારા તેઓના વકીલ મારફત સમગ્ર મામલો અદાલતની એરણે પહોંચાડયો હતો, જેમાં આરોપી સહિતનાઓએ કોર્ટના સમન્સની બજવણી ટાળતા હોવાનું ફલીત થતા અદાલતે આરોપી કોૈશિકકુમાર પટેલ પર વોરન્ટ ઈશ્યુ કરેલ.
જે વોરન્ટ પણ આરોપી યેન-કેન પ્રકારે ટાળતા હોવાની હકીક્ત વકીલ દ્વારા કોર્ટના ધ્યાન પર મુક્યા બાદ વકીલ દ્વારા આરોપીને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-8ર હેઠળ આરોપીને ફરાર જાહેર કરવા સંબંધેની જોગવાઈ અદાલતને ધ્યાને મુક્તા અદાલતે પણ આરોપીની વર્તણુંક અને વર્તનને ધ્યાને લઈ આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી તેઓને ફરાર જાહેર કરવા સુધીનું આકરૂં વલણ દાખવ્યા બાદ પણ આરોપી તરફે કોઈ કાર્યવાહી નહીં કરાતા વકીલે આરોપી સામેનો કેસ આરોપીની ગેરહાજરીમાં ચલાવવા અંગેની ખાસ અરજી રજુ કરતાં મજકુર કેસ આરોપીની ગેરહાજરીમાં ચાલી અદાલતે કેસની કાર્યવાહી ને આગળ ધપાવી કેસનો ફેંસલો સુણાવ્યો હતો અને આરોપીને બે વષ્ર્નિી જેલ સજા તથા ફરીયાદીને ા. એક લાખનું વળતર ચૂક્વવા અંગનો ફેંસલો સંભળાવ્યો છે.
આ કેસમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા તરફે એડવોકેટ મહેશ એ. તખ્તાણી, જીતેશ મહેતા, નિપુલ એચ. બારોટ, સંજના એમ. તખ્તાણી તથા આસિસ્ટન્ટ્સ - મુર્તુઝા મોદી, મનિષ્ાા ભાગવત, રીના રાઠોડ, પુજા રાઠોડ તથા કિંજલ સોજીત્રા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech