અત્યાર સુધી દર દસ વર્ષે વસ્તી ગણતરી દાયકાની શઆતમાં કરવામાં આવતી હતી: વિપક્ષી પાર્ટીઓ તરફથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરાઈ: કોરોના રોગચાળાને કારણે 2021માં યોજાનારી વસ્તી ગણતરી મોકૂફ હતી
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વસ્તી ગણતરીને લઈને મોટી માહિતી સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. વસ્તી ગણતરી આવતા વર્ષે 2025 થી 2026 સુધી શરૂ થશે. કોરોના રોગચાળાને કારણે 2021 માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી.
મળેલી માહિતી મુજબ હવે વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાશે. અત્યાર સુધી દર દસ વર્ષે વસ્તી ગણતરી દાયકાની શરૂઆતમાં કરવામાં આવતી હતી. જેમ કે, 1991, 2001, 2011 વગેરેમાં શરૂ થતી હતી. જો કે હવે 2025 પછી આગામી વસ્તી ગણતરી 2035, 2045, 2055માં આ રીતે થશે. વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા સીટોનું સીમાંકન શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી પણ જાતિ ગણતરીની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.
સામાન્ય રીતે વસ્તી ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ ગણાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લોકોને એ પણ પૂછવામાં આવી શકે છે કે તેઓ કયા સંપ્રદાયના અનુયાયી છે. ઉદાહરણ તરીકે, કણર્ટિકમાં, લિંગાયતો જેઓ સામાન્ય વર્ગના છે તેઓ પોતાને એક અલગ સંપ્રદાય માને છે. તેવી જ રીતે, અનુસૂચિત જાતિઓમાં પણ વિવિધ સંપ્રદાયો છે જેમ કે વાલ્મીકિ, રવિદાસી વગેરે. એટલે કે સરકાર ધર્મ, વર્ગ અને સંપ્રદાયના આધારે વસ્તી ગણતરીની માંગ પર વિચાર કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech