પ્રમુખ તરીકે કોંગ્રેસના જુલેખાબેન અબ્બાસ ભાયા અને ઉપપ્રમુખ તરીકે સાલેમામદ જુસબ ભગાડ ચૂંટાઈ આવ્યા
સલાયા નગર પાલિકાની પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી નગર પાલિકા સભાખંડમાં બપોરે 3.30 કલાકે પ્રાંત અધિકારી કે.કે.કરમટાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં કોંગ્રેસના 15 સભ્યો તેમજ આમ આદમી પાર્ટીના 12 સભ્યો હાજર રહ્યા હતા. દરેકની ઓળખ કરી અને નિયમોનુસાર ચૂંટણી પ્રકિયા સભાખંડમાં યોજાઈ હતી.
જેમાં કોંગ્રેસ દ્વારા પ્રમુખ તરીકે મહિલા અનામત હોઈ જુલેખાબેન અબ્બાસ ભાયાનું નામ અપાયું હતું. તેમજ ઉપપ્રમુખ તરીકે સાલેમામદ જુસબ ભગાડનુ નામ અપાયું હતું. જેમાં કોંગ્રેસના તમામ સભ્યોએ સમર્થન આપ્યું હતું. જેથી બંનેની નિમણૂક થઈ હતી. જુલેખાબેન અબ્બાસ ભાયા બીજીવાર પ્રમુખ તરીકે સેવા આપશે. આ અગાઉ પણ એક ટર્મ સુધી જુલેખાબેન પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ છે. અને ઉપપ્રમુખ બનેલ સાલેમામદ જુસબ ભગાડ જે કોંગ્રેસમાંથી આ અગાઉ પણ બે વાર નગરપાલિકાની ચૂંટણી જીત્યા છે.આ ત્રીજીવાર ચૂંટાઈ આવતા એમને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસે વ્હીપ આપ્યું હતું. આમ નગર પાલિકામાં ફરી કોંગ્રેસનું શાસન આવ્યું છે. આપના ફક્ત 12 જ સભ્યો હોઈ બહુમતી ન હોઈ પાલિકા કોંગ્રેસના હાથમાં ગઈ છે.
કોંગ્રેસના તમામ સભ્યો ચૂંટણી પ્રક્રિયા બાદ તુરંત નગર પાલિકા કચેરીએ જઈ અને કામગીરીનો વિધિસર પ્રારંભ કરશે. તેમજ તમામ સભ્યોએ એવી ખાતરી આપી હતી કે સલાયાના લોકોના તમામ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરશું અને સલાયાના લોકોએ રાખેલ વિશ્વાસ જીતશું એવું જણાવ્યુ છે.આ ચૂંટણી પ્રક્રિયા અગાઉ સલાયામાં લોકમુખે ઘણીબધી અટકળો લાગી રહી હતી કે આમ આદમી પાર્ટી દ્વારા દરવાજા પાછળ કોંગ્રેસના એક બે સભ્યો સાથે વાતચીત થઈ રહી છે અને જે આપને સમર્થન આપશે ! જે તમામ અટકળોનો અંત આવ્યો હતો. આ તમામ વાતો અફવા સાબિત થઈ હતી.અને કોંગ્રેસના તમામ સભ્યોએ ઉત્સાહ સાથે કોંગ્રેસના ઉમેદવારોને ટેકો આપ્યો હતો. અને સત્તા કોંગ્રેસે જાળવી રાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનયારા એનર્જી લિમિટેડ દ્વારા ખંભાળિયામાં મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન
April 01, 2025 12:28 PMજામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબૉલ એસોસિયેશન દ્વારા જામનગરમાં BLUE CUBS LEAGUEનું આયોજન
April 01, 2025 12:05 PMકઠુઆમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ, ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ
April 01, 2025 11:52 AMનવા કલાકારોને કાસ્ટ કરવામાં નિર્માતાઓનો છોછ વ્યાજબી નથી
April 01, 2025 11:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech