જામનગરની જીલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

  • August 30, 2023 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બહેનોએ ભાઇઓના કાંડા પર બાંઘ્યુ સુરક્ષા કવચ : ભાવુક દ્રશ્યો સર્જાયા

જામનગરની જીલ્લા જેલમાં આજે ભાઇ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, બહેનોએ ભાઇઓની કલાઇ પર રક્ષા બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
જામનગરની જેલમાં અલગ અલગ પર્વની ઉજવણી કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે દરમ્યાન આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેલમાં રહેલા કેદી ભાઇઓને તેમના પરિવારની બહેનો દ્વારા રાખડી બાંધવા માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, આ તકે જેલ સુપ્રી. મનુભા જાડેજા અને સ્ટાફ જોડાયો હતો, બહેનો દ્વારા ભાઇઓને રાખડી બાંધી સુરક્ષા કવચ પુરું પાડવામાં આવ્યુ હતું આ વેળાએ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગરની જીલ્લા જેલમાં કુલ ૫૪૧ કેદીઓ છે, જેમાં પાકા કામના ૭૨, કાચા કામના ૪૫૧, મહિલા ૧૬ અને પાસાના ૨ કેદીનો સમાવેશ થાય છે, સુરજકરાડી વિસ્તારના ૩૦૨ના ગુનામાં જામનગરની જેલમાં રહેલા કેદી ભાઇ-બહેન દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરાઇ હતી. ઉપરાંત મુસ્લીમ કેદીબંધુઓને પણ રાખડી બાંધીને ઉજવણીમાં જોડાયા હતા. આમ જિલ્લા જેલમાં રક્ષાબંધનના ભાઇ બહેનના પર્વની અનેરી ઉજવણીથી અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application