પાંચસો વર્ષની પ્રતીક્ષા પછી અયોધ્યાપુરીમાં રામ લલ્લાની સોમવારે પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ હતી, તે પ્રસંગે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલ જલારામ મંદિરમાં રઘુવીર યુવક મિત્ર મંડળ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, સવારે સાત વાગ્યાથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, બાદમાં આરતી કરવામાં આવી હતી, રામ ભક્તો જોડાયા હતા, અને મંદિર ખાતે સ્ક્રીન પર રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સાંજે દીપદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૬૦૦૦ દીવાઓથી ’જય શ્રી રામ’, ’જય જલારામ’ તેમજ ’અયોધ્યા ધામ રામ લલ્લા આયે’ દીવડાઓથી લખી શણગાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ફરી સાંજે મહાઆરતી કરવામાં આવેલ હતી અને તમામ કાર્યક્રમો શ્રી રઘુવીર મિત્ર મંડળ દ્વારા યોજવામાં આવ્યા હતા, અને સમગ્ર રામભક્તોએ આ ઐતિહાસિક દિવસની ભવ્ય ઉજવણીના સાક્ષી અને સહભાગી બનવા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech