તા.૨૧-૦૭-૨૦૨૪ના રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ભાવથી ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ થી ૯ પરિવ્રાજક કિશોરભાઈ ઉપાધ્યાયે હરસુખલાલ સણથરા અને હરસુખલાલ વ્યાસ – જયશ્રીબેન વ્યાસ દ્વારા ગુરુપૂજન કરાવ્યું. સવારે ૯ થી ૧૧ નવ કુંડી ગાયત્રી મહાયલનું સંચાલન પ્રિતિબેન સોલંકી, નિશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૨૪ વ્યક્તિઓએ મંત્રદીક્ષા લીધી. સાંજે ૪ થી ૫ સમૂહમાં ગાયત્રી મંત્રના જાપનું આયોજન ગાયત્રી ભવનમાં કરવામાં આવ્યું હતું આજ સમય દરમ્યાન ત્રિપદા ભવનમાં ૩૦ બહેનોના ગર્ભસંસ્કાર દર્શનાબેન પંડયાએ કરાવ્યા હતા. સાંજે ૫:૧૫ થી ૬:૩૦ દરમ્યાન પોતે ગાયત્રી પરિવારમાં કઈ રીતે જોડાયા તેની વાતો ગાયત્રી પરિજનોએ કરી હતી. સાંજે ૬:૩૦ થી ૭ દરમ્યાન યોજાયેલ દીપયશનું સંચાલન સી. પી. વસોયા દ્વારા કરવામાં આવ્યું. ૨૧૦૦ ફળાઉ રોપાનું વિતરણ કરી વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું. જેની વ્યવસ્થા સુનિતાબેન આહિર દ્વારા કરવામાં આવી હતી. આ પાવન દિવસે જામનગર જિલ્લા ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા રૂા.૩૬૫૦૦૮/- નું અનુદાન શાંતિકુંજ મોકલાવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech