ધી કોમર્શીયલ ટેકસ પ્રેકટીશનર એસો. દ્વારા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ-ડેની ઉજવણી

  • July 12, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધી કો. ટેકસ પ્રેકટીશનર એસો. દ્વારા તા.૧ જુલાઇ ૨૦૨૩ના રોજ ગુડસ એન્ડ સર્વિસ ટેકસના કાયદાને છ વર્ષ પુરા થતાંતેની ઉજવણીના ભાગરુપે એસો.નના સભ્યો તેમજ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ સાથેએક શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં રાજેન્દ્રસિ:હ કે. જાડેજા, આસિ. કમિશનર સેન્ટ્રલ જીએસટી ધર્મેન્દ્ર એમ. પારખિયા, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી અંકિતાબેન એમ. ચેતરીયા, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી આશિસકુમાર આર. વળવાઇ, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી તેમજ હિતેશભાઇ દેસાઇ, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી ઉપસ્થિત રહેલ હતા. બેઠકની શરુઆતમાં ધી કોમ. ટેકસ પ્રેકટીશનર એસો.નના પ્રમુખ અક્ષતભાઇ વ્યાસે ઉપસ્થિતોનું શબ્દોથી સ્વાગત કરેલ હતું. અને જણાવેલ કે વર્ષ દરમ્યાન કરવેરા સલાહકારો તથા અધિકારીઓ ફકત વેપારીઓના કામ માટે જ મળતા હોઇએ છીએ પરંતુ આજેએક સારા વાતાવરણમાં ફકત એકબીજાથી પરિચિત થવા અને જીએસટી દિવસની ઉજવણી કરવાના હેતુથી શુભેચ્છા બેઠકનું આયોજન કરેલછે. વધુમાં અધિધારીઓ સરકારના તથા કરવેરા સલહાકાર વેપારીઓના પ્રતિનિધિ તરીકે કામ કરતાં હોયછે ત્યારે આપણાં વચ્ચે સુમેળ જળવાઇ રહેતે અતિ આવશ્યક છેકયારેક સિસ્ટમના લીધે તો કયારેક કાયદાના અર્થઘટનના લીધે કરવેરા સલાહકારો તથા અધિકારીઓ વચ્ચે મતભેદ થતાં હોય છે તેને સાથેમળીને ઉકેલીએ તો કાયદાકીય ગુંચવણ ના થાય તેમજ કરવેરા સલાહકારો તથા અધિકારીઓ સંકલનથી કામ કરેતો વેપારીઓની મુશ્કેલીઓ ઓછી થશે તેવું અમારું માનવુંછે. આજરોજ જીએસટી દિવસ નિમિતે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે એકબીજા માન સન્માનપુવૃક સાથે મળીને કામ કરીએ તેવી અપેક્ષા વ્યકત કરેલ હતી. આ તકે અ તયભરાઇ એસો.નનો પરિચય આપેલ હતો.
ત્યારબાદ ધી કોમ. ટેકસ પ્રેકટીશનર એસો.નના કણિકભાઇ કોઠારીએ રાજેન્દ્રસિંહ કે. જાડેજા, આસિ. કમિશનર સેન્ટ્રલ જીએસટી અમિતભાઇ પરમારે ધર્મેન્દ્ર એમ. પારખિયા, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી વિમલભાઇ ઘાડિયાએ અંકિતાબેન એમ. ચેતરીયા, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી ચિંતનભાઇ કાનાણીએ આશિષકુમાર આર. વળવાઇ તથા ધનજીભાઇ નકુમે હિતેશભાઇ દેસાઇ, આિ. કમિશનર સ્ટેટ જીએસટીને પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતું.
આ તકે એસો.ના ઉપસ્થિત સભ્યઓએ પોતાનો પરિચય આપેલ હતો. આ તકે રાજેન્દ્રસિ:હ કે. જાડેજા, આસિ. કમિશનર સેન્ટ્રલ જીએસટીએ તેમનો પ્રતિભાવ આપતા જણાવેલ   કે કરવેરા સલાહકારો અને અધિકારીઓ વચ્ચે કોઇ મુશ્કેલી થતી હોય તો અમોને જણાવશો તેમજ કોઇ ઇન્સ્પેકટર કે અન્ય કોઇ દ્વારા કોઇ પણ કામ અંગે મુશ્કેલી હોયતો અમોને જણાવશો તો તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરીશું.
આ તકે અંકિતાબેન એમ. ચેતરિયા, આસિ. કમિશનર સ્ટેટ જીએસટીએ જણાવેલ કે કઇ મુશ્કેલી હોય તો રજુઆત કરશો અમારી ઓફિસમાં કરવેરા સલાહકારોનું માન જળવાઇ રહેતે પણ ખાસ જરુરી છે. આ તકે ધર્મેન્દ્રસિ:હ એમ. પારખિયા, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી. જણાવેલકે અમો સલાહકારોની રજુઆત સાંભળીએ છીએ તેમ છતાં કઇ મુશ્કેલી હોયતો જણાવશો તો તેનું નિરાકરણ કરીશું. આજના આ જીએસટી દિવસની ઉજવણી પ્રસંગે ધી કોમ. ટેકસ પ્રેકટીશનર એસો.નના પંકજભાઇ વાઘરે રાજેન્દ્રસિ:હ કે. જાડેજા, આસિ. કમિશનર સેન્ટ્રલ જીએસટી પ્રકાશભાઇઝવેરીએ ધર્મેન્દ્રએમ. પારખિયા, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી પ્રફુલભાઇ મણિયારે અંકિતાબેન એમ. ચેતરિયા, આસિ. કમિશનર સ્ટેટ જીએસટી નિરવભાઇ વડોદરિયાએ આશિશકુમાર આર. વળવાઇ તથા દીપકભાઇ ભટ્ટે હિતેશભાઇ દેસાઇ, આસિ. કમિશનર સ્ટેટ જીએસટીને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરેલહતાં. કાર્યક્રમનાં અંતે એસો.નના ઉપપ્રમુખ રવિન્દ્રભાઇ માણેકે આભાર દર્શન કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application