હવે પાકિસ્તાનની સંસદમાં બિલાડીઓને રાખવામાં આવશે અને સંસદ ભવનમાં ઉંદરોની વધતી સંખ્યાથી પરેશાન સાંસદોએ 12 લાખ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે. વાસ્તવમાં પાકિસ્તાનની સંસદમાં ઉંદરોએ ઘણી મહત્વની ફાઈલો કોતરી નાખી છે. પાકિસ્તાનની સંસદમાં સ્વચ્છતાનો અભાવ ઘણા વર્ષોથી મોટો મુદ્દો છે.
હાલમાં પાકિસ્તાનના સાંસદો વધતી મોંઘવારી કે રાજકીય અસ્થિરતાથી નહીં પરંતુ ઉંદરોના આતંકથી પરેશાન છે. પાકિસ્તાનની સંસદમાં ઉંદરોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.
સ્થિતિ એવી થઇ ગઈ છે કે આ ઉંદરો સંસદમાં હાજર અનેક મહત્વની ફાઈલો પણ કોતરી ગયા છે. પાકિસ્તાની સંસદે હવે ઉંદરોના ખતરાનો સામનો કરવા માટે 1.2 મિલિયન પાકિસ્તાની રૂપિયા ($4,300)નું બજેટ ફાળવ્યું છે. આ ઉપરાંત સંસદમાં બિલાડીઓને પણ કામે લગાડવામાં આવશે.
12 લાખનું બજેટ ફાળવવામાં આવશે
પાકિસ્તાનની કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બિલાડીઓને પાળવા માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. એટલું જ નહીં હવે આ માટે એક ખાનગી નિષ્ણાતની પણ સેવા લેવામાં આવશે. ઉંદરોને પકડવા માટે માઉસ ટ્રેપ પણ ગોઠવવામાં આવશે.
પાકિસ્તાનની સંસદમાં સ્વચ્છતાનો અભાવ
આશા છે કે C.D.A. તે સેનેટ અને નેશનલ એસેમ્બલી સચિવાલય સહિત સંસદ પરિસરમાં પેસ્ટ કંટ્રોલ માટે ખાનગી કંપનીઓની મદદ પણ લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છત પર જંતુઓના કારણે સંસદ ભવનમાં ઉંદરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પાકિસ્તાનની સંસદમાં સ્વચ્છતાનો અભાવ ઘણા વર્ષોથી મોટો મુદ્દો છે.
સંસદ ભવનનાં બે કાફેટેરિયા સીલ કરવામાં આવ્યાં
નોંધનીય છે કે 2022માં ઈસ્લામાબાદ પ્રશાસને સંસદ ભવનના બે કાફેટેરિયાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. કારણકે ખોરાકમાં વંદો જોવા મળ્યો હતો. સાંસદોની ફરિયાદ બાદ, સ્થાનિક જિલ્લા અધિકારીઓએ ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડ્યા હતા પરિણામે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 2019માં સાંસદોએ પીરસવામાં આવતા માંસની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના મેટોડા GIDCમાં મેક પાવર CNC ફેક્ટરીમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં
February 02, 2025 10:25 PMIND vs ENG 5th T20: ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 150 રનથી જીતી, ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું
February 02, 2025 10:13 PMમહાકુંભમાં આવતીકાલે અમૃત સ્નાન, કયા પુલ પર ક્યાં જવું... જુઓ સંપૂર્ણ યાદી
February 02, 2025 10:12 PMભારત ઇંગ્લેન્ડ 5મી T20: અભિષેક શર્માએ 17 બોલમાં ફિફ્ટી ફટકારી
February 02, 2025 07:39 PMઆવતીકાલથી બદલાશે હવામાન, યુપી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
February 02, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech