નોકરી બદલ જમીન કૌભાંડમાં લાલુ યાદવ વિરુદ્ધ ચાલે કેસ : સીબીઆઈને મળી મંજૂરી

  • September 20, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નોકરી બદલ જમીન કૌભાંડ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ વિદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. સીબીઆઈએ લાલુ યાદવ પર કેસ ચલાવવાની પરવાનગી માંગી છે. ગૃહ મંત્રાલયે આ કેસ ચલાવવા મંજૂરી આપી દીધી છે. શુક્રવારે સીબીઆઈએ ઝ એવન્યુ કોર્ટમાં મંજૂર નકલ પણ જમા કરાવી હતી. આ કેસમાં ૩૦થી વધુ આરોપીઓ છે જેમની સામે કાર્યવાહીની મંજૂરીની રાહ જોવાઈ
રહી છે.
સીબીઆઈએ અન્ય આરોપીઓ સામે મંજૂરી મેળવવા માટે વધુ ૧૫ દિવસનો સમય માંગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈને અન્ય આરોપીઓ સામે મંજૂરી મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી ૧૫ ઓકટોબરે થશે.
આ પહેલા કેસની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, જમીન યાદવ પરિવારના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે લાલુ પ્રસાદ યાદવ મની લોન્ડરિંગમાં સામેલ હતા. કોર્ટે કહ્યું કે તેજસ્વી યાદવ વિદ્ધ પણ કેસમાં પૂરતા પુરાવા છે. કોર્ટે એમ પણ કહ્યું કે કિરણ દેવીએ જમીન મીસા ભારતીના નામે ટ્રાન્સફર કરી હતી. જેના બદલામાં કિરણ દેવીના પુત્રને નોકરી આપવામાં આવી હતી, જેમાં કિરણ દેવીના પતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે એકે ઈન્ફોસિસ્ટમ દ્રારા ૨૦૧૪માં રાબડી દેવી, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application