એક પછી એક બોમ્બની ધમકીઓ વચ્ચે હવે એર ઈન્ડિયાના એક વિમાનમાંથી કારતુસ મળી આવ્યા છે. આ ફ્લાઈટ દુબઈથી દિલ્હી આવી હતી. દરમિયાન ફ્લાઇટની સીટના ખિસ્સામાંથી એક કારતૂસ મળી આવ્યું હતું. આ પછી સ્ટાફે તરત જ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા અને એરપોર્ટ પોલીસને આ અંગે જાણ કરી. આ અંગે માહિતી આપતા એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના 27 ઓક્ટોબરના રોજ બની હતી.
પ્રવક્તાએ કહ્યું કે 27 ઓક્ટોબર, 2024ના રોજ દુબઈથી દિલ્હી ઉતર્યા બાદ અમારી ફ્લાઈટ AI916ના સીટ પોકેટમાંથી એક કારતૂસ મળી આવી હતી. જો કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. મામલાને ગંભીરતાથી લઈને એર ઈન્ડિયાએ તાત્કાલિક એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
25 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી
અગાઉ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત 25 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 25 ઓક્ટોબરે બોમ્બની ધમકી મળી હતી. ગયા મહિને, 12 દિવસમાં, ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત 275 થી વધુ ફ્લાઇટ્સને નકલી બોમ્બની ધમકીઓ મળી હતી. આમાંની મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈન્ડિગો, વિસ્તારા અને સ્પાઈસ જેટની સાત-સાત ફ્લાઈટ અને એર ઈન્ડિયાની છ ફ્લાઈટને ધમકીઓ મળી હતી.
બીજી તરફ ઈન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ઉદયપુરથી દિલ્હી જતી ફ્લાઈટ 6E 2099ને બોમ્બની ધમકી મળી છે. સલામતી એજન્સીની માર્ગદર્શિકાને અનુસરીને, ટેક-ઓફ પહેલા એરક્રાફ્ટને એક અલગ જગ્યાએ વાળવામાં આવ્યું હતું અને પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ અનુસરવામાં આવી હતી. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.
સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'મેટા' અને 'એક્સ'ને એરલાઇન્સ સાથે બોમ્બ ધમકી સંદેશાઓ વિશે ડેટા શેર કરવા કહ્યું હતું અને આ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની ઓળખ કરવાનું શરૂ કર્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કહ્યું હતું કે સરકાર એરલાઈન્સને બોમ્બની ધમકીની ઘટનાઓનો સામનો કરવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં આવી ધમકી આપનારાઓને 'નો-ફ્લાય' લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech