શિક્ષણ જગતને કલંક લગાડતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટથી 17 કી. મી. દૂર આવેલી મધરવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે આચાર્યએ હદ કરી હોય તેમ પોતાની કાર સાફ કરાવે છે તો માટીનો ઢગલો અને વાસણ સાફ કરાવતા હોવાનો વિડિયો સામે આવતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે ફેલાઈ ગયો છે. તેમના બાળકોને અભ્યાસ કરાવવાના બદલે ગુરુ પોતે બાળકો પાસે કામ કરાવી રહ્યા હોય તેવી ઘટનાને પગલે ભારે વિવાદ ઉભો થયો છે. આ બનાવને લઈને આજે વિદ્યાર્થી સંગઠનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને પ્રિન્સિપાલ સામે આકરામાં આકરા પગલાં ભરવા માટે માંગણી ઉઠી છે.
મઘરવાડા પ્રાથમિક શાળામા નાના ભૂલકાઓ પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ કરાવવાનો,માટીકામ ઢગલા ઉપાડવવાનઆ અને વાસણ સાફ વાયરલ વીડિયો અંગે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે શ્રમિકોનું કામ નાના ભૂલકાઓ પાસેથી કરાવ્યુ તે શિક્ષણજગત માટે શરમજનક અને કલંકિત છે.
સરકાર શાળાઓને તમામ નાનામોટા કામો અર્થે અલગ અલગ ગ્રાન્ટો આપે છતા જે કામ શ્રમિકો પાસે કરાડાવવાનુ હોય તે નાના ભૂલકાઓ પાસેથી કરાવે તેની સીધી અસર નાના બાળકોની માનસિકતા અને સ્વાથ્ય પર ગંભીર છેડા સમાન છે. હદ તો ત્યાં વટી ગઈ કે પ્રિન્સિપાલની ગાડી સાફ કરાવવાનો કોન્ટ્રાક્ટ નાના બાળકોને આપ્યો હોય તેવા દ્રશ્યો ચોકાવનારા છે. જે ભૂલકાઓના વાલીના ટેક્સના પૈસા જે શિક્ષકોના પગાર થાય તે શિક્ષકો આ રીતે ગુલામીનિતીથી વર્તન ખૂબ જ દુ:ખદ છે. જે શિક્ષકો બાળમજૂરી કરવી ગુનો અને શોષણ વિરુદ્ધના કાયદાઓના પાઠ ભણાવે તે ગુરુઓ જો આવી રીતે વર્તે તો તે જરા પણ ચલાવી ના લેવાય. રાજપૂતે વધુમાં જણાવ્યુ કે આ બાબતે કોઇ પ્રથમ ઘટના નથી રાજ્યમા છાશવારે બને હોય છે છતા શિક્ષણવિભાગ કડક કાર્યવાહી કરતુ એટલે જ આ સિલસિલો યથાવત છે. રાજકોટ જિલ્લાના પ્રાથમિક શિક્ષણઅધિકારીને આ અંગે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા રજૂઆત કરવાના છે.
ગુજરાત કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપુતે જણાવ્યુ હતું કે,ફરજિયાત શિક્ષણ બાળમજૂરી વિરોધી કાયદાઓ પણ બનાવાયા છે પરંતુ તે કાગળ ઉપર જ છે.બાળપણમાં ખેલકૂદની સાથે-સાથે વિદ્યા પ્રાપ્તિના બદલે કેટલાક હિટલર શિક્ષકો નાનકડા ભૂલકાઓ અભ્યાસ સાથે કારમી મજૂરી કરીને પીસાય છે તે કડવી વાસ્તવિકતા છે જે અટકાવવી સમાજ માટે અતિઆવશ્યક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવેથી પાકિસ્તાનમાં પતંગ ઉડાડવા સહિતની પ્રવૃત્તિ બિન-ઇસ્લામિક ગણાશે
January 23, 2025 10:46 AMજામનગરના નભોમંડળમાં નરી આંખે દેખાતા મંગળ-ગુરુ-શુક્ર અને શનિ વગેરે ગ્રહોની માહિતી
January 23, 2025 10:44 AMદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech