મારી નાખવાની ધમકી
ખંભાળિયાના ધમધમતા એવા ચાર રસ્તા વિસ્તારમાં મુસાફર ભરવા બાબતે એક ટ્રાવેલ્સ સંચાલક સાથે બોલાચાલી કરીને ચાર શખ્સોએ બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા મિલનભાઈ સોમાતભાઈ કરમુર નામના 25 વર્ષના યુવાન અહીંના સલાયા ફાટક વિસ્તાર નજીક આવેલી ક્રિશા હોસ્પિટલ પાસે પોતાનું વાહન રાખ્યું હતું.
ત્યારે અહીં એકાએક ધસી આવેલા શક્તિ વીરા જામ, રઘુ સામત જામ અને ભાવિન મોવર નામના ચાર શખ્સોએ મુસાફરો બેસાડવા બાબતે મિલનભાઈ કરમુર સાથે બોલાચાલી અને માથાકૂટ કરી હતી. આરોપીઓએ મિલનભાઈને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખૂંટિયાની ઢિંકે ઈજાગ્રસ્ત ખંભાળિયાના વૃદ્ધાનું મૃત્યુ
ખંભાળિયામાં રહેતા રતનબેન મૂળજીભાઈ કછટિયા નામના 62 વર્ષના મહિલાને ગત તારીખ 22 ના રોજ શહેરમાં રસ્તે રઝડતા એક ખૂંટિયાએ અડફેટે લેતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ મૂળજીભાઈ કરસનભાઈ કછટિયાએ અહીંની પોલીસને કરી છે.
ખંભાળિયાના યુવાને મારી નાખવાની સબબ ફરિયાદ
ખંભાળિયામાં રાજપૂત સમાજની વાડી પાસે રહેતા પ્રીત અશ્વિનભાઈ દુધૈયા નામના 24 વર્ષના યુવાન અત્રે સલાયા ફાટક પાસે આવેલી એક હોટલ ખાતે ચા પીવા ગયા હતા, ત્યારે અન્ય એક ગુનામાં પકડાયેલા આરોપી વિરેન્દ્રગીરી સંજયગીરી ગોસ્વામી સાથે થયેલી બોલાચાલી બાદ આરોપી વિરેન્દ્રગીરીએ પ્રીત દુધૈયા સાથે ઝઘડો કરી તેને ફડાકા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech