જામનગર : નવાગામ ઘેડ વિસ્તારમાં કારની ગુલાટ : ત્રણ વાહનમાં અથડાઇ

  • February 17, 2025 05:28 PM 


જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે એક કાર બેકાબુ થઇને ગુલાટ મારી ગઇ હતી જેથી અહીં પાર્ક કરેલા ત્રણ વાહનોને નુકશાન થયુ હતું આ અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.


જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ગઈકાલે બપોરે જીજે૩-એનપી-૨૬૬૨ નંબરની ઇકો કાર નો ચાલક પુરપાટ ઝડપે પોતાની કાર લઈને નીકળ્યો હતો, અને નાની સાંકડી શેરી માંથી કારને પસાર કરવા જતાં અકસ્માતે કાબુ ગુમાવી બેઠો હતો, અને કાર આડે પડખે થઈને ઢસડાઈ હતી. તેથી કાર ચાલક તેમજ કારમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓ કે જેઓને સામાન્ય ઇજા થઈ હતી.

​​​​​​​ત્યારબાદ કાર ત્યાં પડેલા ત્રણ સ્કૂટર સાથે ટકરાઈ ગઈ હતી, અને ત્રણેય સ્કૂટરમાં નુકસાની થઈ હતી. જયારે એક યુવાન પણ ઘાયલ થયો હતો. લસરકા સાથે કાર ગુલાટ મારી જતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, સદનશીબે મોટી જાનહાની ટળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application