સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, ચૂંટણીના નામાંકન દરમિયાન ઉમેદવારોની દરેક સંપત્તિ જાહેર કરવાની જર નથી, સિવાય કે તે મતદાનને અસર કરે. કોર્ટે કહ્યું છે કે ચૂંટણી નોમિનેશન દરમિયાન, ઉમેદવારને તેની તમામ સંપત્તિ જાહેર કરવાની જર નથી, સિવાય કે તે મતદાનને અસર કરે. આ સાથે જસ્ટિસ અનિદ્ધ બોઝ અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે અણાચલ પ્રદેશના સ્વતત્રં ધારાસભ્ય કરીખો ક્રિની સદસ્યતા જાળવી રાખતા ગૌહાટી હાઈકોર્ટના આદેશને રદ્દ કરી દીધો હતો.૨૦૧૯માં તેજુ વિધાનસભા મતવિસ્તારમાંથી જીતેલા કરીખો ક્રિની સદસ્યતા ગૌહાટી હાઈકોર્ટ દ્રારા રદ કરવામાં આવી હતી. આની સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે ઉમેદવારોએ તેમની અથવા તેમના આશ્રિતોની માલિકીની દરેક જંગમ સંપત્તિ જાહેર કરવાની જર નથી, સિવાય કે તે ખૂબ ખર્ચાળ હોય.કરીખોએ ચૂંટણી જીત્યા પછી, કોંગ્રેસના ઉમેદવાર નુની તયાંગે તેમની જીતને રદ કરવાની માંગણી કરતી પીપલ રિપ્રેઝન્ટેશન એકટ હેઠળ અરજી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કરીખોએ ઉમેદવારી નોંધાવતી વખતે તેમની પત્ની અને પુત્રના ત્રણ વાહનો જાહેર કર્યા ન હતા. હાઈકોર્ટે કરીખો વિદ્ધ ચુકાદો આપ્યો હતો અને તેમની જીત રદ
કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સાથે જોડાયેલી દરેક માહિતી જાણવાનો મતદારનો અધિકાર નથી. જાહેર હોદ્દા માટેના ઉમેદવારે તેની તમામ માહિતી જાહેર કરવી જરી નથી. ઉમેદવારને ગોપનીયતાનો અધિકાર પણ છે. કોર્ટે કહ્યું કે ઉમેદવારે તેના પરિવારના સભ્યોના કપડાં, પગરખાં, ક્રોકરી, સ્ટેશનરી, ફર્નિચર વિશેની માહિતી શા માટે આપવી જોઈએ, સિવાય કે તે ખૂબ મૂલ્યવાન હોય.કોર્ટે કહ્યું કે જો ઉમેદવાર અથવા તેના પરિવાર પાસે મોંઘી ઘડિયાળો હોય તો તેને જાહેર કરવી પડશે કારણ કે તે વૈભવી જીવનશૈલી દર્શાવે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન મતદારોને પોતાના વિશે સંપૂર્ણ માહિતી આપવાની કાનૂની જવાબદારી ઉમેદવારની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૧૯ (૧) હેઠળ મતદાતાનો મૂળભૂત અધિકાર છે કે તે જાણવું કે તે ચૂંટણીમાં કયા ઉમેદવારને પસદં કરી રહ્યો છે. મતદારોને ઉમેદવારો વિશે જાણવાનો અધિકાર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech