ભારતીય વ્યકિતની અટકની મજાક ઉડાવવા બદલ ટીકાના જવાબમાં, જાણીતી એકસેસરીઝ બ્રાન્ડ, કેનેડીયન કંપની ડીબ્રાન્ડે માફી માંગી છે અને ગૂડ વિલ તરીકે ૧૦,૦૦૦ ડોલરની ઓફર કરી છે. નેધરલેન્ડમાં કામ કરતા પુણેના રહેવાસી ભુવન ચિત્રેશે ખરીદીના બે મહિનામાં તેની મેકબુક બોડીનો રગં બદલાતા અસંતોષ વ્યકત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. જોકે, ડબ્રાન્ડના પ્રતિભાવે કઈક અલગ જ વળાંક લીધો, કારણ કે કંપનીએ તેના જવાબમાં ગ્રાહકની અટકની મજાક ઉડાવી હતી.
પુણેના રહેવાસી એક ભારતીય વ્યકિત, ભુવન ચિત્રાંશએ, એકસ પર પોસ્ટ કરીને ડીબ્રાન્ડ સ્ટોરમાંથી ખરીદેલી મેકબુક સ્કીન વિશે ફરિયાદ કર્યા પછી વિવાદ શ થયો હતો. કંપનીએ એકસ પર જવાબ આપ્યો કે તમાં છેલ્લું નામ મૂળભૂત રીતે બકવાસ છે, ડીબ્રાન્ડના આ જવાબને જાતિવાદી ગણવામાં આવ્યો હતો. કંપનીએ આ જવાબ પોસ્ટ કરતાની સાથે જ ચિત્રાંશની પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં યુઝર્સે ડીબ્રાન્ડને તેના બિનવ્યાવસાયિક અને જાતિવાદી પ્રતિસાદ માટે નિંદા કરી હતી.ઘણા વપરાશકર્તાઓએ કંપની પાસેથી માફીની માંગણી કરી હતી. આટલો આકરી પ્રતિક્રિયા હોવા છતાં, ડીબ્રાન્ડે અફસોસ વ્યકત કર્યેા ન હતો અને મૂળ પોસ્ટ જાળવી રાખી હતી.
જો કે, કેનેડિયન ફર્મે ટીકાનો બોમ્બ ધડાકા કર્યા બાદ સ્પષ્ટ્રતા જારી કરી હતી. પોસ્ટને મોટી ગડબડ ગણાવતા, ડીબ્રાન્ડે કહ્યું કે તેઓએ તે વ્યકિતની સીધી માફી માંગી છે અને તેને ગૂડ વિલ તરીકે ૧૦,૦૦૦ ડોલરની ઓફર કરી છે.
ત્રણ મુદ્દાના નિવેદનમાં, કંપનીએ આ ઘટનાને સ્વીકારતા કહ્યું, અમે એક વ્યકિતના નામની મજાક ઉડાવી. તે એક મોટી ભૂલ હતી. અમે તેની સીધી માફી માંગી અને તેને ૧૦,૦૦૦ ડોલરનું વળતર આપીશું. દરમિયાન, ભુવન ચિત્રે આ ઘટનાને હાઇલાઇટ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વાણિય પ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપને ટેગ કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech