જામનગરમાં કાલે સાંજે પ્રચાર-પડઘમ થશે શાંત: ઉમેદવારો ડોર ટુ ડોર

  • May 04, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

7મી મેના રોજ મતદાનનું મહાપર્વ: બહારના પ્રચારકો જિલ્લામાં આવ્યા હોય તો તેને તેમના સ્થળે ચાલ્યા જવા કરાયો હુકમ: ગામડાઓમાં મીટીંગનો દૌર શ: જામનગર લોકસભાની બેઠક પર 14 ઉમેદવારોના ભાવિ તા. 7 ના રોજ ઇવીએમમાં કેદ થશે


સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોમાં આવતીકાલ તા. પ ના રોજ સાંજના પ વાગ્યાથી પ્રચાર પડઘમ બંધ થઇ જશે, જામનગર બેઠક ઉપર 14 ઉમેદવારોનું ભાવિ તા. 7 ના રોજ ઇવીએમમાં કેદ થશે અને તે દિવસે સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન થશે ત્યારે કાલથી રેલી, સભા, સરઘસ સહિતના જાહેર પ્રચારો બંધ થઇ જશે અને મતદારોને રીઝવવા ડોર ટુ ડોર પ્રચાર શ કરી દેવામાં આવશે.


12-લોકસભા જામનગરની બેઠકની ચૂંટણી તા. 7 ના રોજ છે ત્યારે આવતીકાલથી પ્રચાર પડઘમ બંધ થઇ જવાના છે, 48 કલાક પહેલા જ સભા, સરઘસ અને રેલી ઉપર પ્રતિબંધ મૂકાઇ જાય છે, એટલું જ નહીં બહારના અન્ય જિલ્લાઓમાં જામનગર આવતા પ્રચારકોને પણ શહેર છોડી દેવા આદેશ આપામાં આવ્યો છે, હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવામાં આવે છે, જામનગરની બેઠકમાં 14 ઉમેદવારો મેદાનમાં છે, ગયા વખતે ર8 ઉમેદવારો મેદાનમાં હતા, આ વખતે ઉમેદવારોની સંખ્યા પણ ઘટાડો થયો છે.


મતદાનના મહાપર્વની ઉજવણી કરવા માટે હાલારમાં 1817684 મતદારો મતદાન કરી શકશે, 1881 ઇવીએમ મશીન અને વીવીપેટ મશીન મતદાન કેન્દ્રો પર રાખવામાં આવશે અને કેટલાક મશીનો રીઝર્વ રાખવામાં આવ્યા છે, બે જિલ્લામાં થઇને 1881 બુથ ઉપર 6344 કર્મચારીઓ ફરજ બજાવશે.


76-કાલાવડમાં ર313ર8, 77-જામનગર ગ્રામ્યમાં રપ7687, 78-જામનગર ઉત્તરમાં ર71પ60, 69-જામનગર દક્ષિણમાં રર973ર, 80-જામજોધપુરમાં 227399, 81-ખંભાળીયામાં સૌથી વધુ 30પ0પ9 અને 8ર-દ્વારકામાં ર95099 લોકો મતદાન કરી શકશે, 33ર3 કર્મચારીઓએ પોસ્ટલ વોટીંગથી મતદાન કર્યું હતું.


જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની સભા થઇ છે, કોંગ્રેસ તરફથી એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું નથી અને હવે તો માત્ર કાલનો દિવસ જ બાકી છે, ત્યારે મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શ કરી દેવામાં આવ્યું છે, મતદારોને છેલ્લી ઘડી સુધી મનાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્ઞાતિમંડળો, યુવક મંડળોના ખાનગી ભોજન સમારંભ, વિવિધ કાર્યક્રમો પણ થઇ રહ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં હવે મતદાનને જુજ કલાકો બાકી છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર અને અન્ય સ્ટાફ પણ તૈયારીમાં લાગી ગયો છે, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખના માર્ગદર્શન હેઠળ તેમજ દેવભુમિ દ્વારકા જિલ્લાના એસ.પી. નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની આખરી તૈ્યારીઓ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News