19 એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, જે બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે, ત્યાં ચૂંટણી પ્રચાર 48 કલાક અગાઉથી અલગ-અલગ સમયે સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે સમાપ્ત થશે. આજે સાંજથી જાહેર સભા કે સરઘસ જેવા અનેક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવશે.
પ્રથમ તબક્કામાં જે 21 રાજ્યોમાં મતદાન થશે તેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ રાજ્યોની બેઠકોનો પણ સમાવેશ થાય છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાંથી 8, બિહારમાંથી 4, પશ્ચિમ બંગાળમાંથી 3, રાજસ્થાનમાંથી 12, મધ્યપ્રદેશમાંથી 6, ઉત્તરાખંડમાંથી 5, આસામમાંથી 4, મેઘાલયમાંથી 2, મણિપુરમાંથી 2, છત્તીસગઢમાંથી 1, અરુણાચલમાંથી 2 , મહારાષ્ટ્રમાં 5, તામિલનાડુમાં 39, મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, સિક્કિમમાં 1, ત્રિપુરામાં 1, આંદામાન અને નિકોબારમાં 1, જમ્મુ અને કાશ્મીરમાં 1, લક્ષદ્વીપમાં 1 સીટો પર મતદાન થશે. આ તમામ બેઠકો પરનો ચૂંટણી પ્રચાર આજે એટલે સાંજે બંધ થઈ જશે.
પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની જે નવ બેઠકો પર મતદાન થવાનું છે તેમાં સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ, રામપુર અને પીલીભીતનો સમાવેશ થાય છે. બિહારની ચાર બેઠકો પર મતદાન થશે. આ ચાર બેઠકોમાં ઔરંગાબાદ, ગયા, જમુઈ અને નવાદાનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશની છ લોકસભા બેઠકો પર મતદાન થશે. આ છ બેઠકોમાં છિંદવાડા, બાલાઘાટ, જબલપુર, મંડલા, સિધી અને શહડોલ બેઠકોનો સમાવેશ થાય છે. જયારે તમિલનાડુની તમામ 39 બેઠકો પર મતદાન થશે.
આ ચૂંટણીમાં ભાજપે દક્ષિણના રાજ્યો ખાસ કરીને તમિલનાડુમાં પોતાનું ફોકસ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અત્યાર સુધીમાં ઘણી વખત તમિલનાડુની મુલાકાત લઈ ચૂક્યા છે. તમિલનાડુની 39 સીટોમાં નીલગીરી, કોઈમ્બતુર, પોલ્લાચી, ડિંડીગુલ, કરુર, તિરુચિરાપલ્લી, પેરામ્બલુર, તિરુવલ્લુર, ચેન્નાઈ ઉત્તર, ચેન્નાઈ દક્ષિણ, ચેન્નાઈ સેન્ટ્રલ, નાગપટ્ટનમ, તંજાવુર, શિવગંગાઈ, મદુરાઈ, થેની, શ્રીપેરુમ્બુદુર, કાંચીપુરમ, વી. કૃષ્ણાગિરી, તિરુનેલવેલી, ક્ધયાકુમારી, ધર્મપુરી, તિરુવન્નામલાઈ, અરાની, વિલુપ્પુરમ, કલ્લાકુરિચી, સાલેમ, નામક્કલ, ઈરોડ, તિરુપુર, કુડ્ડલોર, ચિદમ્બરમ, મયલાદુથુરાઈ, વિરુધુનગર, રામનાથપુરમ, થૂથુકુડી અને તેનકાસીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech