રાજય ચૂંટણી આયોગે રાયમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવજં તાલુકા પંચાયતોની સામાન્ય મધ્યસત્ર તથા સ્વરાયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ તા.૧૬ના રોજ યોજવા જઈ રહી છે તે પૂર્વે આજે સાંજે મતદાનના ૪૮ કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત કરી થઈ ગયા છે. જાહેર સભા રેલી સહિતના પ્રચાર બધં થઈ ગયા છે. બે દિવસ ઉમેદવારો દ્રારા મતદારોને રીઝવવા ગામોમાં ખાટલા બેઠકોનો દોર ચાલશે સોશિયલ મીડિયા મારફતે છેલ્લ ી ઘડી સુધી ઉમેદવારો પક્ષનું પ્રચાર કરશે .
સ્થાનિક સ્વરાયના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ ૭૦૩૬ ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી ૧૨૬૧ અમાન્ય તેમજ ૫૭૭૫ ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. ૪૭૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ ૨૧૩ બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ ૫૦૮૪ ઉમેદવારો હરિફાઇમાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડેાની કુલ ૬૦ બેઠકો પૈકી વોર્ડ નં.૩ તથા ૧૪ (કુલ ૮ બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડેાની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ ૧૫૭ ઉમેદવારો હરીફાઇમાં રહેલ છે.
અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭ (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૧૭ ઉમેદવારો હરીફાઇમાં છે.
સામાન્ય ચૂંટણી હેઠળની ૬૬ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડ પૈકી ૨૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૧૮૪૪ બેઠકો પૈકી ૧૬૭ બેઠકો બિનહરીફ થયેલ છે યારે ૧૬૭૭ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ ૪૩૭૪ ઉમેદવારો હરિફાઇમાં છે.
મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના ૧૮ વોર્ડ પૈકી ૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૭૨ બેઠકો પૈકી ૨૩ બેઠકો બિનહરીફ થયેલ છે યારે ૪૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે ૧૦૧ ઉમેદવારો હરિફાઇમાં છે.
નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની ૨૧ બેઠકો પૈકી ૨ બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.ર તથા ૫ ની બેઠક) બિનહરીફ થયેલ છે. ૧૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૪૫ ઉમેદવારો હરિફાઇમાં છે.
જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની ૯ બેઠકો પૈકી ૧ બેઠક (પંચમહાલ જિલ્લાની ૨૯–શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. ૮ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે ૨ર ઉમેદવારો હરિફાઇમાં છે.
ગાંધીનગર, કઠલાલ તથા કપડવજં તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના ૭૮ મતદાર મંડળો માટે ૧૭૮ ઉમેદવારો હરિફાઇમાં છે.
(અનુ. સાતમા પાને)પંચાયતોની ચૂંટણીમાં
(છેલ્લા પાનાનું ચાલુ)
તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની ૯૧ બેઠકો પૈકી ૧૨ બેઠકો બિનહરીફ થયેલ છે. હારીજ તાલુકા પંચાયતની ૧૨–સાંકરા, બગસરા તાલુકા પંચાયતની ૧૬–વાઘણીયાજુના પર ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેમજ બાબરા તાલુકા પંચાયતની ૧૦–કરીયાણા બેઠક પર એક ઉમેદવારી પત્ર રજૂ થયેલ જે રદ થયેલ હોય ચૂંટણી યોજવાની થતી નથી. આ સિવાયની પેટા ચૂંટણી હેઠળની ૭૬ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે ૧૯૦ ઉમેદવારો હરિફાઇમાં છે.
રાય ચૂંટણી આયોગે રાયના મતદારોને અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરે છે. રાય ચૂંટણી આયોગ તથા જિલ્લ ાના વહીવટી તંત્રે સામાન્યમધ્યસત્ર પેટા ચૂંટણીઓ માં મતદારો પોતાની પસંદગી મુજબ મતદાન કરી શકે તે માટે તથા શાંતિપૂર્વક, એખલાસભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તથા પોલીસ તંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે ત્યારે આ લોકતાંત્રિક પર્વનાં અભિયાનમાં રાજકીય પક્ષો આગેવાનો, ઉમેદવારો, મતદારો તથા જનતા સહયોગ આપશે તેવી અપીલ કરી છે.
તા. ૧૬–૦૨–૨૦૨૫ના રોજ સવારે ૭.૦૦ કલાકથી ૬.૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે.
સામાન્ય મધ્યસત્ર પેટા ચૂંટણી હેઠળની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મતદાન મથકે મત આપવા જનાર મતદારે નક્કી કરેલ ૧૪ ફોટો સાથેના દસ્તાવેજી પૂરાવો રજૂ કરી મતદાન કરી શકશે.
સંવેદનશીલ અતિસંવેદનશીલ મતદાન મથકો છે મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે વધારાના પોલીસ ફોર્સ પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
રાયના ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનનો સમય પૂરા થવાના કલાક સાથે પૂરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે તારીખ ૧૪–૦૨–૨૦૨૫ના સાંજના ૫.૦૦ કલાકથી તા.૧૬–૦૨– ૨૦૨૫ સાંજના ૭.૦૦ કલાક( જો પુન: મતદાન થાય તો તે સાહિત) તેમજ મતગણતરીનો દિવસ એટલે કે તા.૧૮–૦૨–૨૦૨૫ (આખો દિવસ) મતદારો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે ડ્રાય ડે જાહેર કરી દા અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબધં મૂકવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech