રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં નાના મવા મેઇન રોડ ઉપર અલય પાર્કથી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી સુધીનો રસ્તો અત્યતં બિસ્માર હોય ચોમાસા પહેલા ડામર રોડ બનાવી આપવા લતાવાસીઓ દ્રારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનથી લઇને મુખ્યમંત્રી સુધી ઇમેઇલથી રજુઆત કરવામાં આવી છે.
વિશેષમાં અખબારી યાદીમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૧૧ નાના મવા રોડમાં અલયપાર્કથી સિલ્વર ગોલ્ડ રેસિડન્સી સુધીનો માર્ગ અતિ બિસ્માર છે વારંવાર ફરિયાદ કરવા અને ઇ–મેઇલથી જાણ કરવા છતાં આજ સુધી ડામરકામ કરવામાં આવ્યું નથી. શું અહીં કોઇ જોરદાર અકસમાત થયા બાદ ડામર રોડ કરવામાં આવશે ? અકસ્માત થયા બાદ જ અધિકારીની આખં ખુલશે એવું જણાઇ રહ્યું છે તેમ જણાવી યાદીમાં ઉમેયુ છે કે ઉપરોકત બિસ્માર રસ્તા ઉપરથી ૧૦ સોસાયટીઓ (અલય પાર્ક , તિપતિ પાર્ક , ગોવિંદ પાર્ક , સિલ્વર રેસિડન્સી , જીવરાજ પાર્ક સહિતની સોસાયટી) આવેલ છે અને ત્યાંના રહીશોએ આ રસ્તેથી ફરજિયાત પસાર થવાનું રહે છે. આ રોડ ઉપર દરરોજ અનેક પ્રકારના અકસ્માતના બનાવો બને છે. આ રોડ ઉપર એબ્યુલ્સન્સ પણ ચાલી શકે તેમ નથી તેવી રોડની હાલત છે. અગાઉ પણ કોર્પેારેશનમાં રજુઆત કરાઇ હતી પરંતુ આજ સુધી કોઇ પ્રકારની કાર્યવાહી કરાઇ નથી.હવે બિસ્માર રસ્તાને કારણે અકસ્માત સર્જાય તો જાનહાની થાય તેમ હોય ઉપરોકત બિસ્માર માર્ગ ઉપર ચોમાસા પૂર્વે તાત્કાલિક ડામર કામ કરવાની ખાસ જર છે જેથી ચોમાસામાં અહીં કોઇ જીવલેણ અકસ્માત સર્જાય નહીં તેમ અંતમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech