આજે સાંજે કેબિનેટની બેઠક: પેન્શન સંદર્ભે નિર્ણયની શકયતા

  • March 12, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ચાર વાગ્યે મંત્રી મંડળની બેઠક મળશે આ બેઠકમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓની હાલ અમલી બહુચરચીત નવી પેન્શન યોજના ના સ્થાને જૂની પેન્શન યોજના અમલ કરવા અંગેનો નિર્ણય લેવાય તેવી સંભાવના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન વિવિધ લોકાર્પણ ખાતમુરત બાદ રાજસ્થાન જવા રવાના થશે આથી દર બુધવારે મળતી રાજ્ય મંત્રીમંડળની બેઠક આજે મંગળવારે સાંજે ચાર વાગે બોલાવવામાં આવી છે .જૂની પેન્શન સ્કીમ અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલીક બાબતો પર ચર્ચા કર્યા પછી તેની જાહેરાત થાય તેવી શક્યતા જોવાય રહી છે. આજની રાજ્યમંત્રી મંડળની બેઠક લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વેની આખરી બેઠક બની રહેશે પરિણામે આજે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.
​​​​​​​
ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જૂની પેન્શન સ્કીમ અંગે કર્મચારીઓને કેટલીક ખાતરી આપ્યા બાદ તેની અમલવારી કરી શકવામાં આવી ન હતી તેના પરિણામે અકળાયેલા કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન ચલાવી રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જુની પેન્શન યોજના માટે આંદોલન શરુ થયું હતું, ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ, ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુ:ખાવા સમાન બની રહ્યો છે, કારણ કે ઘણાં સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ્ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. રાજ્યના સરકારી કર્મચારીઓ પણ ગુજરાતમાં ફરીથી જુની પેન્શન યોજના શરૃ કરવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ માંગણી મુદ્દે ધરણાં પર ઉતર્યા છે.
રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજના અધ્યાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન શરૃ કરવામાં આવ્યું છે. જુની પેનશન યોજનામાં સમાવીને ફિક્સ પગારી યોજના દૂર કરવા સહિતની માંગો કરવામાં આવી રહી છે. અગાઉ અધ્યાપકો-શિક્ષકો દ્વારા ૧૪ મી અને ૧૬ મી ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામાં આવી હતી. આજે દાંડી દિવસ ના દિવસે કાળી પટ્ટી ધારણ કરી આંદોલન આત્મક કાર્યક્રમોની શરૂઆત કરનાર છે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા શહેરી વિકાસ વિભાગને લેખિત રજૂઆત બાદ યોગ્ય પ્રતિભાવ નહીં મળતા આજથી કાળી પટ્ટી ધારણ કરીને કામકાજ કરવાનો નિર્ણય લેવાયો છે જેમાં નગરપાલિકાના કર્મચારીઓને એક સમાન પગાર જરૂર લાગુ કરવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application