સલાયાના પૌરાણિક પાળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરતા કેબિનેટમંત્રી

  • November 11, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જલારામ જયંતિના અવસરે તાજેતરમાં પૌરાણિક એવા શ્રી પાળેશ્વર મહાદેવના મંદિરે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મહાદેવ અને હરસિધ્ધિ માતાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે મહાદેવનું પૂજન-અર્ચન કર્યું હતું. જેમાં મહાદેવ મંદિરના મહંત શ્રી પ્રવીણગિરિ ગૌસ્વામીએ પૂજા-અર્ચના કરાવી હતી.

આ તકે તેમની સાથે ખંભાળિયાના કાઉન્સિલર જગુભાઈ રાયચુરા, શૈલેષભાઈ કણજારીયા, મનુભાઈ મોટાણી, મોહિત મોટાણી, અજીતભાઈ કિરતસાત્તા, ઈન્દ્રજીતસિંહ પરમાર, ડો. અમિત નકુમ, સગાભાઈ રાવલિયા, હસુભાઈ ધોળકિયા, માનભા જાડેજા, રાજીવભાઈ ભૂંડિયા, ડો. સુનિલ ઠક્કર,મિત સવજાણી, વિગેરે આગેવાનો જોડાયા હતા. સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભૂવાએ મુળુભાઈનું સન્માન કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application