ગુજરાત રાજય સરકાર દ્રારા તાજેતરમાં જ નવી જંત્રી લાગુ કરવાના ઇરાદા સાથે સુચિત જંત્રી બહાર પાડવામાં આવી છે અને આ સુચિત જંત્રીમાં વિવિધ સ્થળોના મિલકતના ભાવમાં ૨૦૦થી ૨૦૦૦ ટકાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે ત્યારે જો આ જંત્રી લાગુ થશે તો રાજકોટ સહિત રાજયભરના શહેરોમાં મકાનોના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો જંગી વધારો થશે.આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ–ગાહેડ અમદાવાદે ભારે વિરોધ નોંધાવ્યો છે અને આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી. રાય સરકારને આ જંત્રીનો અમલ ૩૧ માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કર્યેા છે. જંત્રીનો રિવ્યૂ થઇ જાય તથા લોકો પોતાની વાંધા–અરજી કરી શકે તે માટે અમલ રોકવા માગ કરી છે. એટલું જ નહીં, વાંધાઅરજી ઓનલાઇન સાથે ઓફલાઇન સ્વીકારવાની માગણી કરી છે. નવી જંત્રીથી રીડેવલપમેન્ટ તથા સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેકટ બધં થઇ જશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
ક્રેડાઇ–ગાહેડના અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, ૨૦૧૧માં જંત્રી બહાર પાડી હતી તેના ૧૨ વર્ષ સુધી કોઇ જ વધારો કરવામાં આવ્યો ન હતો. આ સમય દરમિયાન ક્રેડાઇએ વખતો વખત જંત્રી દર વર્ષે જાહેર કરવામાં આવે તેવી માગણી કરી હતી. પરંતુ ૨૦૨૩માં રાતોરાત રાય સરકારે ૨૦૦ ટકાના વધારા સાથે જંત્રી બહાર પાડી દીધી હતી. આ સમયે ક્રેડાઇએ સરકારમાં રજૂઆત કરી હતી કે, નવી જંત્રીથી બજારમાં શું ફરક પડશે તેની અસર શું થશે તેવો સરવે કર્યા વગર સીધેસીધી જંત્રી બહાર પાડવાથી સામાન્ય નાગરિકો પર ભારણ વધશે. સરકારને રજૂઆત બાદ જંત્રીના અમલવારી એક મહિના સુધી મુદતમાં વધારો કર્યેા અને કેટલીક જગ્યાએ જંત્રીના દરોમાં ઘટાડો કર્યેા હતો.તેમણે વધુમાં જણાવ્યું કે, દોઢ વર્ષ સરકારે જંત્રીમાં સરવે કરી ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે. રાયમાં ૪૦ હજાર વેલ્યૂઝોન છે. જેમાંથી ૧૭ હજાર અર્બન વિસ્તારમાં અને ૨૩ હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યૂઝોન આવેલા છે. સરકારે પોતે દોઢ વર્ષ સરવે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર ૧ મહિનાનો સમય આપ્યો તે વાજબી નથી. અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં ૨૦૦થી ૨૦૦૦ ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ક્રેડાઇ માગણી કરે છે કે, અમને રિવ્યૂ કરવા માટે ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવે અને ઓનલાઇન વાંધા અરજીનો વિકલ્પ યૂઝર ફ્રેન્ડલી નથી તેમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ છે ત્યારે ગામડાંના ખેડૂતો તથા નાના મકાન માલિકોને ભારે અગવડતા પડશે. તેને ધ્યાનમાં રાખી ઓનલાઇનની સાથે ઓફલાઇન અરજીઓ સ્વીકારવામાં આવે તેવી સરકાર પાસે માગણી છે. આ વાંધા અરજીઓ તલાટી, મામલતદાર, કલેકટર કચેરીએ સ્વીકારી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગણી છે. આ જંત્રીના દરો વૈજ્ઞાનિક પદ્ધતિથી સરવે કર્યા બાદ વધારવા જોઇએ. સરકારે કઇ પદ્ધતિથી આ દરો વધાર્યા છે તેની અમને માહિતી નથી. આ ઉપરાંત સૂચિત જંત્રીના કારણે જમીનના ફેરફાર માટેનું પ્રીમિયમ પણ અનેક ગણુ વધી જશે. દસ્તાવેજ કરાવતી વખતે સ્ટેમ્પ ડૂટીમાં પણ અનેક ગણા વધારાના નાણાં ચૂકવવા પડશે અને ૨૦૨૨–૨૩માં . ૧૩૭૩૧ કરોડની આવકમાં ૬૦ ટકાના વધારા સાથે ૫૫૦૦૦ કરોડની આવક થઇ હતી. હવે તેમાં ફરી ૧૦૦ ટકાનો વધારો થશે જે અસહ્ય છે અને આ નવી જંત્રી સ્વીકારવા લાયક નથી. ક્રેડાઇએ જણાવ્યું હતું કે, ટીડીઆરમાં પણ મુશ્કેલી થતા સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેકટો પડી ભાંગશે. સાથો સાથ રીડેવલપમેન્ટ પ્રોજેકટને પણ ગંભીર અસર થશે અને તેમાં અનેક કાનૂની ગૂંચ ઊભી થશે. જંત્રી બજાર કિંમતની નજીક હોવી જોઇએ એવું અમે માનીએ છીએ પણ આ ટૂંકાગાળાની જાહેરાતથી આટલો મોટો વધારો પચાવી શકાય તેમ નથી. રાય સરકાર સમક્ષ અમે ટુંક સમયમાં મુદતમાં વધારો, અરજીઓ ઓફલાઇન કરવા તથા જંત્રીનો રિવ્યૂ કરવાની માગણી કરશું અને ત્યારબાદ પણ સરકાર નવી સૂચિત જંત્રીમાં કોઇ ફેરફાર નહીં કરે તો અમે કોર્ટમાં જઇશું.
નવી સૂચિત જંત્રી: મુખ્ય મુદ્દા
– સ્ટેમ્પ ડૂટી અને નવી ટેન્યોરની જમીન પ્રીમિયમ
– જંત્રી દરમાં થયેલા વધારાને કારણે સ્ટેમ્પ ડૂટી અને નવી ટેન્યોર લેન્ડ માટેનો પ્રીમિયમની રકમમાં ધરખમ વધારો થશે.તેના પરિણામે ઘરની કિંમતમાં ૩૦–૪૦%નો વધારો થશે, જેના કારણે ગૃહમાલિકી વધુ મોંઘી બની જશે.
– ટીપી વિસ્તાર માટેના પર્ચેઝ એફએસઆઈ રેટસ વર્તમાન જંત્રી પ્રમાણે પર્ચેઝ એફએસઆઈ રેટસ ૧,૨૦૦ થી ૧૦,૦૦૦ પ્રતિ ચોરસ મીટર (૧૨૦ થી ૧,૦૦૦ પ્રતિ ચોરસ ફટ) છે.
– નવી સૂચિત જંત્રી મુજબ આ દરમાં ધરખમ વધારો થઇને આશરે ૬,૦૦૦ થી ૩૦,૦૦૦ પ્રતિ ચોરસ મીટર (૬૦૦ થી ૩,૦૦૦ પ્રતિ ચોરસ ફટ) થશે.
– સરેરાશ, પર્ચેઝ એફએસઆઈ દરમાં ઓછામાં ઓછો છે, ૮૦૦ પ્રતિ ચોરસ ફટનો વધારો થશે.
– ટીડીઆર ખર્ચ અને રીડેવલપમેન્ટ પ્રોજેકટસ
– ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટસ ખર્ચ વધશે, જેના કારણે ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેકટસ આર્થિક રીતે અશકય બની જશે.
– રીડેવલપમેન્ટ પ્રોજેકટસ પણ વાયેબલ નહીં રહે, અને ઘણા પ્રસ્તાવ તરત જ થંભી જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech