કર્ણાટકમાં પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિકોને 100 ટકા અનામત પર CM સિદ્ધારમૈયાનો યુ-ટર્ન, પોસ્ટ ડિલીટ કરી નાખી  

  • July 17, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)







સિદ્ધારમૈયા સરકાર કર્ણાટકમાં સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં 100 ટકા ક્વોટા નક્કી કરીને ફસાયા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગઈ કાલે કેબિનેટના આ નિર્ણયને આવકારતી પોસ્ટ મૂકી હતી. આજે તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ બધાની વચ્ચે શ્રમ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે માત્ર 50% અને 70% ક્વોટા હશે.




કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં 'C અને D' ગ્રેડની પોસ્ટ્સ પર 100 ટકા કન્નડ લોકોને નિમણૂક કરવાનું ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપ્યા પછી, કર્ણાટકના પ્રધાન એમબી પાટીલે કહ્યું, મેં જોયું છે કે ઘણા લોકો આ અંગે ચિંતિત છે. અમે આ મૂંઝવણને દૂર કરીશું અને તેનો ઉકેલ લાવીશું જેથી કોઈ વિપરીત અસર ન થાય.


દરમિયાન, બાયોકોન લિમિટેડના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓમાં કન્નડીગા માટે આરક્ષણ ફરજિયાત કરવાના કર્ણાટક સરકારના નિર્ણયમાંથી ઉચ્ચ-કુશળ ભરતીને બાકાત રાખવી જોઈએ. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો માટે નોકરીઓમાં અનામતથી ટેક્નોલોજી ક્ષેત્રે રાજ્યની અગ્રણી સ્થિતિને અસર થવી જોઈએ નહીં.


કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉના ટ્વિટર) પર લખ્યું હતું કે  "ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં "C અને D" ગ્રેડની પોસ્ટ પર 100 ટકા કન્નડ લોકોની નિમણૂક કરવાનું ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપવામાં આવી છે.


સિદ્ધારમૈયાએ આગળ લખ્યું કે અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ ભૂમિમાં કન્નડ લોકોને નોકરીથી વંચિત ન રાખવામાં આવે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક આપવામાં આવે. અમે કન્નડ સમર્થક સરકાર છીએ. અમારી પ્રાથમિકતા કન્નડ લોકોના કલ્યાણનું ધ્યાન રાખવાની છે. જોકે મુખ્યમંત્રીએ આ પોસ્ટ ડિલિટ કરી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News