CM અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી, બીજા કોઈને બનાવશે મુખ્યમંત્રી

  • September 15, 2024 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે આગામી બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી બે દિવસમાં વિધાયક દળની બેઠક મળશે અને નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. આગામી સીએમ પણ આમ આદમી પાર્ટીમાંથી જ હશે.


સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતાને સંબોધતા કહ્યું, "હું જ્યાં સુધી જનતાની અદાલતમાં જીતીશ નહીં ત્યાં સુધી હું સીએમ નહીં બનીશ. હું ઈચ્છું છું કે દિલ્હીની ચૂંટણી નવેમ્બરમાં થાય. જનતા મને મત આપે. "જો હું જીતીશ, તો હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ."


'ન તો ઝૂકીશું, ન રોકાઈશું કે ન તો વેચાઇશું'- CM કેજરીવાલ


AAP કાર્યકર્તાઓને સંબોધતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, "જનતાના આશીર્વાદથી, અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની તાકાત છે. અમે ભાજપ સામે ન તો ઝૂકીશું, ન રોકાઈશું કે ન વેચાઈશું. આજે દિલ્હી માટે જેટલું કરી શક્યા છીએ તેનું કારણ છે કે અમે ઈમાનદાર છીએ. આજે તેઓ (ભાજપ) અમારી ઈમાનદારીથી ડરે છે કારણ કે તેઓ ઈમાનદાર નથી.


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "હું 'પૈસાથી સત્તા અને સતાથી પૈસા'ની આ રમતનો ભાગ બનવા નથી આવ્યો. બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ. મને કોર્ટમાંથી ન્યાય મળ્યો. હવે જનતાની અદાલત મને ન્યાય અપાવશે."


 'અમારા મોટા-મોટા દુશ્મનો છે'


સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ બીજી વખત પત્ર લખશે તો જેલમાં તેમના પરિવાર સાથે મુલાકાત બંધ કરી દેવામાં આવશે. સીએમએ કહ્યું, "અમારા મોટા મોટા દુશ્મનો છે. સત્યેન્દ્ર જૈન અને અમાનતુલ્લા ખાન પણ જલ્દી બહાર આવશે. અમારા પર ભગવાન ભોળાનાથનો હાથ છે, તેમના આશીર્વાદ અમારી


સાથે છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News