સીબીએસઈએ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ યોજના માટે ઓનલાઈન અરજી મગાવાની શરૂ કરી

  • November 25, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એયુકેશન દ્રારા સિંગલ ગર્લ ચાઈલ્ડ માટેની સ્કોલરશીપ યોજના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાનું શ કરાયું છે. જે વિધાર્થિની ૨૦૨૪ની બોર્ડની ધોરણ–૧૦ની પરીક્ષા પાસ કરી હાલમાં ધોરણ–૧૧માં અભ્યાસ કરતી હોય તેઓ આ સ્કોલરશીપ યોજના હેઠળ અરજી કરી શકશે. આ માટે વિધાર્થિનીઓને ૨૩ ડિસેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી છે. આ યોજના હેઠળ વિધાર્થિનીઓને માસિક . ૫૦૦ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે.
પ્રા માહિતી અનુસાર,સીબીએસઈ બોર્ડ દ્રારા મેરિટ શિષ્યવૃત્તિ યોજનાઓ માટેની કાર્યવાહી શ કરી હોવાનું જાણવા મળે છે. આ માટે બોર્ડ દ્રારા સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ માટેની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. બોર્ડે આ માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યેા છે અને નિયત સમયમર્યાદામાં અરજીઓ મોકલવા માટે સૂચના આપી છે. જે અરજીઓ બોર્ડ દ્રારા મગાવવામાં આવી છે તેમાં સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશીપ ૧૦૨૦૨૪ યોજના તથા સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ ૧૦૨૦૨૩ યોજનાનો સમાવેશ થાય છે. ૨૦૨૪ યોજના હેઠળ આ અરજી મંગાવવામા આવી છે.
આ સિંગલ ગર્લ ચાઈલ્ડ કે જેણે ધોરણ–૧૦ની પરીક્ષા ૨૦૨૪માં પાસ કરી હોય અને હાલમાં સીબીએસઈ સંલ શાળાઓમાંથી ધોરણ–૧૧માં અભ્યાસ કરતી હોય તેવી વિધાર્થિનીઓ માટે મેરિટ સ્કોલરશીપ સ્કીમ માટેની ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૨૩માં આપવામાં આવેલી સીબીએસઈ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશીપ યોજનાના નવિનીકરણ માટે પણ ઓનલાઈન આવેદનપત્ર મગાવવામાં આવ્યા છે. આમ, જે વિધાર્થિનીઓને ગત વર્ષે સ્કોલરશીપ મળી હતી તેઓ આ વખતે ફરી અરજી કરાવવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ સાથેની વિગતો અને પાત્રતાની શરતો બોર્ડની વેબસાઈટ પર સ્કોલરશીપ લિંક પર ઉપલબ્ધ છે. ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લ ી તારીખ ૨૩મી ડિસેમ્બર ૨૦૨૪ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application