એન્ફોર્સમેન્ટના અધિકારી એન.સી.નથવાણી ા.1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા: મીઠાપુરમાંથી મદદગારી કરનારા એચ.કે.ભાયાણી અને જય ભાયાણીને પણ સીબીઆઇએ ઉઠાવ્યા: રીમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજૂ કરાશે: દ્વારકા ખાતેના ઓપરેશનમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય મદદગારીમાં રહ્યા
સીબીઆઇ દ્વારા જામનગર ઇપીએફના એન્ફોર્સમેન્ટ અધિકારીને ા.1.10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતાં અને આ અધિકારીને મદદ કરનાર સુરજકરાડીના બે શખસોને પણ ઉપાડી લેવામાં આવ્યા હતાં, ગઇકાલે બપોરથી મોડી રાત સુધી જામનગર અને દ્વારકાના મીઠાપુર-સુરજકરાડીમાં સીબીઆઇનું આ ઓપરેશન ચાલ્યું હતું, પકડાયેલા તમામ ત્રણને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, સુરજકરાડી ખાતે સીબીઆઇની ટીમ પહોંચી ત્યારે દેવભુમિ દ્વારકા પોલીસ પણ મદદ માટે સાથે રહી હતી, પ્રારંભમાં અનેક પ્રકારની વાયકાઓ ચાલ્યા બાદ નવી દિલ્હી સ્થિત સીબીઆઇની ઓફીસ દ્વારા વિગતો જાહેર કરાઇ હતી અને તેમાં ઇપીએફઓના એન્ફોર્સમેન્ટ અધિકારીને બે મદદગારો સાથે ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું હતું.
જામનગરમાં આવેલ એમ્પ્લોઇઝ પ્રોવીડન્ડ ફંડ એટલે કે ઇપીએફઓના એન્ફોર્સમેન્ટ અધિકારી એન.સી.નથવાણીને ા.1.10 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે અને તેને મદદગારી કરનાર મીઠાપુરના એચ.કે.ભાયાણી તથા તેના પુત્ર જય ભાયાણીની મદદગારીમાં ધરપકડ કરવામાં આવી છે, આ ત્રણેયની સામે સીબીઆઇ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મીઠાપુરના એક ફરિયાદી દ્વારા સીબીઆઇ સમક્ષ સમગ્ર મામલાની ફરિયાદ કરવામાં આવી હતી અને પીએફને લગતા કેટલાક પેન્ડીંગ કામો માટે એન.સી.નથવાણી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની વિગતો અપાયા બાદ સીબીઆઇ દ્વારા જામનગર તથા દેવભુમિ દ્વારકાના મીઠાપુર ખાતે ગઇકાલે બપોરથી રાત સુધી આખુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
સીબીઆઇ દ્વારા ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં એન્ફોર્સમેન્ટ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતાં અને મીઠાપુર સ્થિત બંને વચેટીયા ભાયાણી પીતા પુત્ર પણ આ છટકામાં આબાદ ઝડપાયા હતાં.
સીબીઆઇ દ્વારા એન.સી.નથવાણીના ઓફીસ, રહેણાંક સહિતના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, દેવભુમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં પણ સીબીઆઇની ટીમોએ પહોંચીને સંબંધીત પ્રકરણ અંગે અનેક સ્થળે દરોડા પાડયા હતાં, કેટલાક મહત્વના દસ્તાવેજો કબ્જે કરાયા છે અને મોટી રકમ પણ દરોડા દરમ્યાન સીબીઆઇ દ્વારા પકડવામાં આવી છે જેની વધુ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
સીબીઆઇ દ્વારા લાંચ લેનાર એન્ફોર્સમેન્ટ અધિકારી અને મદદગારી કરનારા ભાયાણી પીતા-પુત્રને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને એમની પૂછપરછ દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારીની આવક કરતા વધુ સંપતિની સંબંધેની અનેક વિગતો ખુલવાની પણ સંભાવનાઓ દશર્વિવામાં આવી રહી છે.
બપોરથી જયારે સીબીઆઇનું આ ઓપરેશન શ થયું ત્યારે પહેલા જુદી-જુદી ચચર્ઓિ ચાલી હતી, મોડી સાંજે મીઠાપુરમાં સીબીઆઇનો કાફલો પહોંચ્યો હતો, ભારે ગુપ્તતા સાથે આખું ઓપરેશન ચાલ્યું હતું, દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા નિતેશ પાંડે સહિતની ટીમ સીબીઆઇની સાથે જોડાઇ હતી, મહીલા પોલીસનો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો, મીઠાપુરમાં ઓફીસ અને સંબંધીતો ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન મોટી રોકડ રકમ પણ પકડાઇ હોવાની વાત ઉઠી હતી.
સીબીઆઇનું પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઇપીએફઓના એન્ફોર્સમેન્ટ અધિકારી જે તે ખાનગી કંપનીઓ પાસે પ્રોવીડન્ડ ફંડની રકમ રિલીઝ કરાવવા માટે લાંબા સમયથી લાંચ વગેરે મેળવતા હતાં અને આ સંબંધે જ એક કંપની પાસેથી લાંચ માંગવામાં આવ્યા બાદ સીબીઆઇ સમક્ષ સમગ્ર વિગતો પહોંચાડવામાં આવી હતી. જેના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, કદાચ આજે એન.સી.નથવાણી અને વચેટીયા ભાયાણી પીતા-પુત્રને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે.
સીબીઆઇ દ્વારા જામનગર, દ્વારકાના મીઠાપુર અને રાજકોટ સુધી તપાસ કરવામાં આવી હોવાથી અને ખાસ કરીને એન્ફોર્સમેન્ટના અધિકારી સીબીઆઇની લાંચના છટકામાં ઝડપાયા હોવાની વિગતો બહાર આવ્યા બાદ લાંચીયા બાબુઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ છે. આગામી દિવસોમાં આ અંગેની વધુ વિગતો જાહેર થશે અને કદાચ એન્ફોર્સમેન્ટ અધિકારી નથવાણીની આવક કરતા વધુ સંપતિ સામે આવ્યા બાદ એ મામલે પણ સીબીઆઇમાં ગુન્હો નોંધાવાની શકયતા દેખાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech