ચૂંટણી પહેલા દેશભરમાં CAA લાગુ: અમિત શાહ

  • February 10, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એકિટવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હત્પં સ્પષ્ટ્ર કરવા માંગુ છું કે સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે.
વિપક્ષ પર આરોપ લગાતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.'



ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું કે યારે દેશનું વિભાજન થયું અને ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર થયો, ત્યારે તેઓ બધા ભારત ભાગી જવા માંગતા હતા, ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તમે અહીં આવો, તમને અહીંની નાગરિકતા આપવામાં આવશે.


નરેન્દ્ર મોદી સરકાર દ્રારા રજૂ કરાયેલ સીએએ નો ઉદ્દેશ્ય ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને િસ્તીઓ સહિતના સતાવણીગ્રસ્ત બિન–મુસ્લિમ ઇમિગ્રન્ટસને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાનો છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યેા હતો કે આગામી સાત દિવસમાં સીએએ લાગુ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન કાયદો ડિસેમ્બર ૨૦૧૯માં જ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્ર્રપતિએ આ બિલને મંજૂરી આપી હતી અને કાયદો બની ગયો હતો. આ કાયદામાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની પણ જોગવાઈ છે. સીએએ બિલ પાસ થતા તેનો દેશભરમાં વિરોધ થયો હતો. દિલ્હીના શાહીન બાગમાં મહિલાઓ ધરણા પર બેસી ગઈ હતી. ૨૦૨૩માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યેા હતો કે,સીએએ લાગુ કરવા કોઈ રોકી શકશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application