દેશભરમાં સીએએના પડઘા: આસામમાં ઉગ્ર વિરોધ

  • March 12, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલથી સીએએ એટલે કે નાગરિકતા  અધિનિયમ–૨૦૧૯ ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા જ સીએએ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ વિવાદાસ્પદ કાયદો પસાર થયાના ચાર વર્ષ પછી કેમ લાગુ કરાયો એ અંગેના પ્રશ્નો દ્રારા વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો સામે, મુસ્લિમ પક્ષો અને પૂર્વેાત્તર રાયોમાં પણ આ કાયદો સ્વીકારાયો નથી.

આસામમાં વિરોધ પક્ષોએ ગઈકાલે સીએએના અમલીકરણને લઈને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. રાયભરમાં સીએએ વિદ્ધ વિરોધ પ્રદર્શન શ થઈ ગયા છે. કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષોના જૂથ અને પ્રભાવશાળી ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયન સહિત લગભગ ૩૦ વિધાર્થી સંગઠનો અને સ્વદેશી સંસ્થાઓએ નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધને વધુ ઉગ્ર બનાવવાનું નક્કી કયુ છે.  ૧૬–પક્ષીય સંયુકત વિરોધ મંચ, આસામએ પણ આજે રાયવ્યાપી હડતાલની જાહેરાત કરી છે.


એએએસયુના મુખ્ય સલાહકાર સમુલ ભટ્ટાચાર્યએ કહ્યું, અમે કોઈપણ રીતે સીએએને સ્વીકારીશું નહીં અને આસામના લોકો માટે હાનિકારક આ કાયદા સામે શાંતિપૂર્ણ, અહિંસક અને લોકતાંત્રિક વિરોધ ચાલુ રહેશે. આવતા વર્ષેા. આ વિરોધ દિવસોમાં વધુ ઉગ્ર બનશે. તેમણે કહ્યું કે  અને અન્ય ૩૦ જૂથો સોમવારે સાંજે રાયના તમામ જિલ્લા મુખ્યાલયોમાં સીએએની નકલોને બાળી નાખશે, ત્યારપછી નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટસ ઓર્ગેનાઇઝેશનના બેનર હેઠળ ઉત્તરપૂર્વીય રાયની રાજધાનીઓમાં સમાન વિરોધ પ્રદર્શનો થશે. સમગ્ર આસામમાં મશાલ રેલીઓ કાઢવામાં આવશે અને આગામી દિવસોમાં વિરોધના અન્ય વિવિધ સ્વપો યોજવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય આસામ મુલાકાત દરમિયાન શનિવારે કાલિયાબોરમાં વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કયુ હતું. પક્ષો સીએએને સત્તાવાર રીતે સૂચિત કર્યાના બીજા દિવસે રાયવ્યાપી બધં અને રાય સચિવાલયને 'ઘેરાવ' કરવાની યોજના બનાવી રહ્યા છે. અગાઉ ૨૯ ફેબ્રુઆરીના રોજ, યુઓએફએ રાયપાલ ગુલાબ ચદં કટારિયા દ્રારા રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુને એક મેમોરેન્ડમ સુપરત કયુ હતું, જેમાં આ કાયદાને રદ કરવાની અને આસામમાં તેના બિન–અમલીકરણની માંગણી કરવામાં આવી હતી.

કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર નાગરિકતા અધિનિયમમાં સુધારા તરફ આગળ વધ્યા પછી આસામ અને અન્ય ઘણા પૂર્વેાત્તર રાયોમાં વિરોધ જોવા મળ્યો હતો. આસામમાં સીએએ સામેના વિરોધનું નેતૃત્વ મુખ્યત્વે ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયન અને કૃષક મુકિત સંગ્રામ સમિતિ દ્રારા કરવામાં આવ્યું હતું. વિસ્તારના લોકોના એક વર્ગને ડર હતો કે જો સીએએ લાગુ કરવામાં આવશે તો તેમની ઓળખ અને આજીવિકા જોખમમાં આવી જશે.

સંગઠનોએ કાયદાની નકલો સળગાવી કયુ વિરોધ પ્રદર્શન
સીએએના અમલીકરણથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિનદસ્તાવેજીકૃત બિન–મુસ્લિમ ઇમિગ્રન્ટસને નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયનએ ૧૯૭૯ માં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસની ઓળખ અને હાંકી કાઢવાની માંગ સાથે છ વર્ષનું આંદોલન શ કયુ હતું. એએએસયુએ કહ્યું કે તે કેન્દ્રના આ પગલા સામે કાનૂની લડાઈ લડશે. એએએસયુ અને ૩૦ બિન–રાજકીય સંગઠનોએ કાયદાની નકલો સળગાવી અને ગુવાહાટી, કામપ, બારપેટા, લખીમપુર, નલબારી, ડિબ્રુગઢ, ગોલાઘાટ અને તેઝપુર સહિત રાયના વિવિધ ભાગોમાં વિરોધ રેલીઓ કાઢી


આસામમાં સીએએ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
એએએસયુના મુખ્ય સલાહકાર સમુલ ભટ્ટાચાર્યએ કહ્યું અમે સીએએ વિદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે અરજી કરી દીધી છે. આસામમાં ૧૬ વિપક્ષી પક્ષોના પ્લેટફોર્મ, જેમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ ઓપોઝિશન ફોરમ અને પ્રભાવશાળી ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયન સહિત ૩૦ સંગઠનો છે. લોકસભા ચૂંટણી પહેલા સીએએ વિદ્ધ રાયવ્યાપી વિરોધની જાહેરાત કરી હતી

દિલ્હીમાં મોદી સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર: પોલીસ તૈનાત
સીએએના અમલના કલાકો પછી દિલ્હીના જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિરોધ ફાટી નીકળ્યો, જેના કારણે કેમ્પસમાં ભારે પોલીસ તૈનાત કરવામાં આવી. મુસ્લિમ સ્ટુડન્ટસ ફેડરેશનના નેતૃત્વમાં વિધાર્થીઓના એક જૂથે મોદી સરકાર અને દિલ્હી પોલીસ વિદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ સંલ નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાએ પણ સીએએના અમલનો વિરોધ કર્યેા હતો.


લોકો સાથે ભેદભાવ થશે તો હત્પં તેનો વિરોધ કરીશ: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે જો સીએએ લોકોના જૂથો સાથે ભેદભાવ કરશે તો તે તેનો વિરોધ કરશે. સીએએ અને નેશનલ રજિસ્ટર આફ સિટિઝન્સ ને પશ્ચિમ બંગાળ અને પૂર્વેાત્તર માટે સંવેદનશીલ ગણાવતા બેનર્જીએ કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી પહેલા અશાંતિ ઇચ્છતા નથી. રાય સચિવાલયમાં ઉતાવળમાં બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા બેનર્જીએ કહ્યું, એવા અહેવાલો છે કે સીએએને સૂચિત કરવામાં આવશે. હત્પં સ્પષ્ટ્ર કં છું કે લોકો સાથે ભેદભાવ કરતી કોઈપણ બાબતનો અમે વિરોધ કરીશું. તેમને નિયમો સાથે બહાર આવવા દો, પછી અમે નિયમો વાંચ્યા પછી મુદ્દા પર વાત કરીશું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application