બિહાર, બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આસામ સહિત દેશના ૧૧ રાજયોની ૩૩ વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. કેરળમાં વાયનાડ લોકસભા સીટ અને ચેલાક્કારા વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. બંને બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસ સામે ચૂંટણી લડી રહ્યા છે. મતદાનની શઆત પહેલા તેમણે કહ્યું કે વાયનાડના લોકોને એવા વ્યકિતની જર છે. જે તેમની સાથે પાયાના સ્તરે કામ કરી શકે અને જે સંસદમાં તેમના મુદ્દા ઉઠાવી શકે અને ઉકેલ શોધી શકે. આ વખતે કોંગ્રેસ કિટ, પૈસા, દા બધુ આપીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડમાં મતદાન મથકની મુલાકાત લીધી. હાલમાં કેરળના વાયનાડ લોકસભા ક્ષેત્રમાં મતદાન ચાલી રહ્યું છે. લેટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)એ આ સીટ પરથી સત્યન મોકેરીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.
વાયનાડમાં વોટિંગ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ આજે વાયનાડના લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરે છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે મને આશા છે કે વાયનાડના લોકો મને તેમના પ્રેમ અને સ્નેહનું વળતર આપવા અને તેમના માટે કામ કરવાની અને તેમના પ્રતિનિધિ બનવાની તક આપશે. મને આશા છે કે દરેક તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરશે અને મતદાન કરશે.
આજે સવારે પ્રિયંકા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, કૃપા કરીને આજે મતદાન કરો, આ તમારો દિવસ છે, આ તમારા માટે તમારી પસંદગી કરવાનો અને આપણા બંધારણ દ્રારા તમને આપવામાં આવેલી સૌથી મોટી શકિતનો ઉપયોગ કરવાનો દિવસ છે. ચાલો આપણે બધા મળીને સારા ભવિષ્યનું નિર્માણ કરીએ!
કેરળના વાયનાડ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસે કહ્યું કે વાયનાડના લોકોને એવા વ્યકિતની જર છે જે તેમની સાથે પાયાના સ્તરે કામ કરી શકે અને જે સંસદમાં તેમના મુદ્દા ઉઠાવી શકે અને ઉકેલ શોધી શકે. કોંગ્રેસ આ વખતે પૈસા, દા, કિટ બધું આપીને મતદારોને પ્રભાવિત પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે કોંગ્રેસને ચૂંટણી હારી જવાનો ડર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech