ગુજરાત સરકારે સુનિયોજીત કૌભાંડ આચરીને વેરાવળ સ્તિ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝની રેયોન કંપનીને ખાસ કિસ્સાના નામે ૨૮૦ કરોડ જેવી માતબર રકમ માફ કરીને લ્હાણી કરી હોવાનો ગંભીર આક્ષેપ પુર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશએ કરતા જણાવેલ કે, વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની ભલામણોને નજર અંદાજ કરીને ગુજરાત સરકારે ખાસ કિસ્સામાં કંપનીની કરોડોની રકમ માફ કરી હોય તેવો આ રાજ્યનો પ્રમ કિસ્સો છે. જેી સરકારના કતિ કૌભાંડ સામે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવાની ચીમકી ઉચ્ચારી છે. આ તકે પ્રદેશ કોગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઇ જોટવા, અમુભાઇ સોલંકી, કરશનભાઇ બારડ સહીંતના અગ્રણીઓ ઉપસ્તિ રહેલ હતા.
પુર્વ ધારાસભ્ય અને વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પુર્વ અધ્યક્ષ પૂંજાભાઈ વંશએ વેરાવળમાં પત્રકાર પરિષદમાં જણાવેલ કે, વેરાવળની રેયોન કંપનીએ પાણી માટે જમીન માંગતા હિરણ-૨ ડેમ પાસે સરકારે ફાળવી દઇ સંપ બનાવવા મંજુરી આપી હતી. તે જગ્યાએ કબ્જો લેવાના બદલે કંપનીએ ઉમરેઠી ગામના પાદરમાં અન્ય જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને ગેરકાયદેસર કુવો બનાવી નાંખી પાણી લઈ રહી હતી. ત્યારે કંપની એવું કહે છે કે, પાણી તો અમે અમારૂ ઉપયોગ કરીએ છીએ એટલે પૈસા ભરવાના તા ની. જો કે, નિયમ મુજબ સિંચાઈ વિભાગ નદીના કાંઠેી લેવાતા પાણીને સીપેજ તરીકે ગણીને તેનો ચાર્જ લેવાનો કાયદો છે. જેી કાર્યપાલક ઈજનેર દ્વારા પાણીના દર બાબતે બિલો મોકલીને વસુલાત માટે ગ્રાસીમ કંપનીને નોટીસો પાઠવીને સને.૧૯૯૯ ી ૨૦૨૩ સુધીમાં ૪૩૪ કરોડ ૭૧ લાખની રકમ સરકારે કંપની પાસેી વસુલવાની હતી.
આ કિસ્સામાં રાજ્ય સરકારે કરોડોની રકમ માફ કરીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીએ કંપનીના ૨૮૦ કરોડ ક્યાં સંજોગોમાં અને શા માટે માફ કર્યા છે તેની સ્પષ્ટતા જનતા સમક્ષ કરવી જોઈએ. સરકારનો માફ કરવાનો નિર્ણય પ્રજાને નુકશાન ાય અને કંપનીને ફાયદો ાય તેવો હોવાી આ મામલાની નિષ્પક્ષ તપાસ વી જોઈએ. આ મામલો જ્યારે જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવેલ ત્યારે કલેકટરન બોલાવીને માહિતી લીધા બાદ કાર્યવાહી કરવા ભલામણ કરતા ૨૦૧૯માં ગ્રાસીમ કંપનીની મિલ્કતમાં કલેકટરએ ૨૩૮કરોડની રકમનો બોજો નાંખવાનો હુકમ કર્યો હતો. બાદમાં સમિતિના સભ્યોએ સ્ળ તપાસ કરેલ જેમાં રેકર્ડ ઉપરના તથ્યોને લઈ સામે આવેલ હક્કીત દર્શવાતો અહેવાલ વિધાનસભામાં ગત તા.૨૨-૩- ૨૦૨૨ના રોજ ત્રીજા અહેવાલમાં રજુ કરી દીધો હતો. આ કિસ્સામાં સર્કલી લઈને કલેકટર અને જળસંપતિ વિભાગના જે જે અધિકારીઓએ કંપનીની તરફેણ કરી છે તેઓ સામે તપાસ કરીને કાર્યવાહી કરવા સમિતિએ ભલામણો કરી હતી. તેમ છતાં સમિતિએ કરેલ ભલામણોને અવગણીને રાજ્ય સરકારે કંપની પાસેી લેણી રકમમાંી ૨૮૦કરોડ જેવી માતબર રકમ માફ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે. આ રાજ્યનો પહેલો એવો કિસ્સો છે જેમાં મિલક્ત ઉપર બાકી રકમનો નખાયેલ બોજાની રકમ પૈકી મોટી ૧૦૭કરોડ માફ કરી દીધા છે. આ બાબતે સરકાર યોગ્ય તપાસ નહિ કરવામાં આવે તો આગામી સમયમાં હાઈકોર્ટે મા જવાની તૈયારી બતાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech